Tatva Chintan Pharma IPO : વર્ષ 2021 ના સૌથી સફળ IPO માં તમને શેર મળ્યા કે નહિ તે કઈ રીતે જાણશો ? માહિતી માટે વાંચો અહેવાલ

|

Jul 23, 2021 | 7:45 AM

તત્ત્વ ચિંતને ઇશ્યૂમાં 32.61 લાખ શેર જારી કર્યા હતા.સામે કંપનીને 58.83 કરોડ શેર માટે બિડ મળી હતી. જો તમને તત્ત્વ ચિંતનના શેર ન મળે તો 27 જુલાઈએ તમારા પૈસા પરત આવશે. જો તમને આ શેર્સ પ્રાપ્ત થાય છે તો તે 27 જુલાઈથી તમારા ડીમેટ ખાતામાં દેખાશે.

Tatva Chintan Pharma IPO : વર્ષ 2021 ના સૌથી સફળ IPO માં તમને શેર મળ્યા  કે નહિ તે કઈ રીતે જાણશો ? માહિતી માટે વાંચો અહેવાલ
Tatva Chintan Pharma IPO

Follow us on

Tatva Chintan IPO: સ્પેશિયલ કેમિકલ્સ બનાવતી ગુજરાતી કંપનીના શેરની ફાળવણી 26 જુલાઈએ થવાની છે. કંપની તેના IPO દ્વારા 500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. તત્ત્વ ચિંતનનો આઈપીઓ 180.36 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. MTR પછી કેલેન્ડર વર્ષ 2021 માં તે સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલ ઈશ્યુ બની ગયો છે. માર્ચ 2021 માં MTR TECHના શેર 200 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

21 જુલાઇ બુધવારે તત્ત્વ ચિંતનના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 915 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.શેર તેની ઇશ્યૂ પ્રાઈસના ૮૫ ટકા પ્રીમિયમ પર રૂ 1998 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના ઇશ્યૂનો હાયર પ્રાઇસ બેન્ડ રૂપિયા 1083 છે. 29 જુલાઈના રોજ તત્ત્વ ચિંતનના શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે.

તત્ત્વ ચિંતને ઇશ્યૂમાં 32.61 લાખ શેર જારી કર્યા હતા.સામે કંપનીને 58.83 કરોડ શેર માટે બિડ મળી હતી. જો તમને તત્ત્વ ચિંતનના શેર ન મળે તો 27 જુલાઈએ તમારા પૈસા પરત આવશે. જો તમને આ શેર્સ પ્રાપ્ત થાય છે તો તે 27 જુલાઈથી તમારા ડીમેટ ખાતામાં દેખાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે KFintech Private Limited એ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://kosmic.kfintech.com/ipostatus/ ની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે?
IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ દહેજમાં ઉત્પાદન સુવિધાને વિસ્તૃત કરવા અને વડોદરા સ્થિત તેની આરએન્ડડીના ખર્ચ અને કંપનીની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્યુઆઈબી માટે, 35 ટકા રિટેઇલ માટે અને 25 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

કંપનીનો કારોબાર શું છે?
કંપનીના વ્યવસાય વિશે વાત કરીએ તો વડોદરાની તત્ત્વ ચિંતન એક સ્પેશિયલ કેમિકલ કંપની છે. કંપની લગભગ 25 દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટનનો સમાવેશ થાય છે.

Published On - 7:43 am, Fri, 23 July 21

Next Article