TATA હવે ગ્રોસરી સેગમેન્ટમાં ઉતરશે, Big Basketની મહત્તમ હિસ્સેદારી ખરીદી

|

Apr 30, 2021 | 9:02 AM

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો ફળો અને શાકભાજીથી લઈને રેશન સુધી ઓનલાઈન મંગાવાઈ રહ્યા છે.

TATA  હવે ગ્રોસરી સેગમેન્ટમાં ઉતરશે, Big Basketની મહત્તમ હિસ્સેદારી ખરીદી
BigBasket

Follow us on

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો ફળો અને શાકભાજીથી લઈને રેશન સુધી ઓનલાઈન મંગાવાઈ રહ્યા છે. આ દિવસોમાં ડિજિટલ ગ્રોસરી ઘણી પ્રગતિ કરી રહ્યાં છે. આ સ્થિતિ જોતા ટાટા હવે સુપરમાર્કેટ ગ્રોસરી સેગ્મેન્ટમાં પ્રવેશવા જઈ રહ્યા છે. ટાટા એ બિગ બાસ્કેટ(Big Basket)માં ૫૦ ટકાથી વધુ હિસ્સેદારી ખરીદવાનું મન બનાવી લીધું છે. આ માટે કંપનીએ ભારતના કોમ્પિટિશન કમિશન (CCI) ની પણ મંજૂરી મેળવી લીધી છે. ટૂંક સમયમાં ટાટા બિગ બાસ્કેટની માલિકી હક મેળવી લેશે.

ટાટા ડિજિટલ (Tata Digital)દ્વારા સુપરમાર્કેટ ગ્રોસરી સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ કંપની બિગ બાસ્કેટમાં 64.3 ટકા હિસ્સો ખરીદવા CCIની મંજૂરી માંગવામાં આવી હતી. CCIએ ટાટા અને બિગ બાસ્કેટ ડીલને મંજૂરી આપી દીધી છે. આ ઓનલાઇન ગ્રોસરીના ક્ષેત્ર સ્પર્ધાત્મક યુદ્ધનું મેદાન બનાવવાની અપેક્ષા છે કારણ કે તે ભારતમાં ઝડપથી વિકાસ પામી રહી છે.

ટાટા 9300 કરોડનું રોકાણ કરશે
આ પરવાનગી સાથે ટાટા ડિજિટલ 29 ટકા હિસ્સો અલીબાબા પાસેથી લઈ લેશે. તેમજ અન્ય રોકાણકારો જેવા કે – એર્બાઝ ગ્રૂપ જેનો શેર 16.3 ટકા છે અને આઇએફસી 4.1 ટકા શેર ધરાવે છે તે પણ ટાટા લેશે. ટાટાએ આ પ્રોજેક્ટમાં હિસ્સો મેળવવા માટે લગભગ 9,300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સહ-સ્થાપક અને સીઈઓ સહિતના ટોચનું સંચાલન કંપની સાથે યથાવત રહેશે અને બ્રાન્ડ પણ તે જ રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કરિયાણા ઉપરાંત ફાર્મસીમાં પણ રોકાણ કર્યું
ટાટા માટે આ પહેલીવાર છે જેણે ભારતીય ઈ-કોમર્સ માર્કેટમાં ડગલું માંડ્યું છે. તે ગ્રાસરીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવશે. એટલું જ નહીં ટાટાએ આ મહિનાની શરૂઆતમાં ઓનલાઇન ફાર્મસીમાં પણ રોકાણ કર્યું હતું.

Next Article