જૂન ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો નફો 21% ઘટ્યો, પરંતુ કમાણી વધી

|

Jul 26, 2022 | 9:20 AM

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો (Tata Steel) કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 21 ટકા ઘટીને રૂ. 7,714 કરોડ થયો છે. ટાટા સ્ટીલે સોમવારે શેરબજારને આ માહિતી આપી હતી.

જૂન ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો નફો 21% ઘટ્યો, પરંતુ કમાણી વધી
Symbolic Image

Follow us on

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો (Tata Steel) કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 21 ટકા ઘટીને રૂ. 7,714 કરોડ થયો છે. ટાટા સ્ટીલે સોમવારે શેરબજારને (Stock Market) આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે ખર્ચમાં વધારાને કારણે તેનો નફો ઘટ્યો છે. આ પહેલા કંપનીએ ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 9,768 કરોડનો નફો કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ. 63,698.15 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 53,627.66 કરોડ હતી.

કંપનીનો ખર્ચ વધ્યો

તે જ સમયે, વપરાશ સામગ્રી અને નાણાકીય ખર્ચ સહિત કંપનીનો કુલ ખર્ચ વધીને રૂ. 51,912.17 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 41,490.85 કરોડ હતો. ટાટા સ્ટીલ દેશના ટોચના ચાર સ્ટીલ ઉત્પાદકોમાંનું એક છે અને કુલ સ્થાનિક સ્ટીલ ઉત્પાદનમાં લગભગ 18 ટકા હિસ્સો ધરાવે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)નું નિયંત્રણ ટાટા ગ્રુપની કંપની TSLP (ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ)ને સોંપવામાં આવ્યું હતું. વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયેલું આ બીજું સફળ ખાનગીકરણ છે. આ પહેલા એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને જ સોંપવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

NINL એ ચાર જાહેર ક્ષેત્રની કંપનીઓ MMTC, NMDC, BHEL અને MECON ઉપરાંત બે ઓડિશા સરકારી એકમો OMC (Odisha Mining Corporation) અને IPICOLનું સંયુક્ત સાહસ છે. MMTC આ સ્ટીલ કંપનીમાં સૌથી વધુ 49.78 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે NMDC પાસે 10.10 ટકા, BHEL પાસે 0.68 ટકા અને MECON પાસે 0.68 ટકા હિસ્સો છે. બીજી તરફ, ઓડિશા સરકારી કંપનીઓ પાસે 20.47 ટકા અને 12 ટકા હિસ્સો હતો.

ટાટા સ્ટીલે સરકારી કંપની હસ્તગત કરી હતી

ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ (TSLP) ને NINL માટે આમંત્રિત કરાયેલ બિડ્સમાં ગયા જાન્યુઆરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રૂપની આ સ્ટીલ કંપનીએ ખોટમાં ચાલી રહેલી NINL માટે રૂ. 12,100 કરોડની બિડ કરી હતી.

ટાટા સ્ટીલે કહ્યું હતું કે TSLP એ NINLના 93.71 ટકાનું સંપાદન પૂર્ણ કર્યું છે. ટાટા સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD અને CEO) અને TSLPના ચેરમેન ટી વી નરેન્દ્રને જણાવ્યું હતું કે, આ સંપાદન એક ઐતિહાસિક સિદ્ધિ હોવાની સાથે – સાથે ટાટા સ્ટીલ ગ્રૂપ માટે સમર્પિત સળીયા જેવું લાંબુ ઉત્પાદન હબ બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલું છે.

અગાઉ, માર્ચ ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો નફો 46.83 ટકા વધીને રૂ. 9,756.20 કરોડ થયો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, 38.6 ટકાની વૃદ્ધિ સાથે બિઝનેસમાંથી આવક રૂ. 69,323.5 કરોડ હતી.

Next Article