ટાટા સ્ટીલ ૨૪ હજાર કર્મચારીઓની ૩ લાખ રૂપિયા સુધી બોનસ આપી દિવાળી સુધારશે

|

Sep 19, 2020 | 1:18 PM

કોરોના કાળમાં પણ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને ધમાકેદાર દિવાળી કરાવશે. કંપની ૧૪ ઓક્ટોબર સુધીમાં ૨૪ હજાર કર્મચારીઓને ૩ લાખ સુધી બોનસ અપાશે  દેશની દિગ્ગ્જ સ્ટીલ કંપની ટાટા સ્ટીલે કોરોના મહામારીના કપરા સમયમાં પણ કર્મચારીઓને લાભ તૈયારી કરી છે. કોરોનકલમાં એકતરફ લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને બમ્પર લાભ આપશે. […]

ટાટા સ્ટીલ ૨૪ હજાર કર્મચારીઓની ૩ લાખ રૂપિયા સુધી બોનસ આપી દિવાળી સુધારશે

Follow us on

કોરોના કાળમાં પણ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને ધમાકેદાર દિવાળી કરાવશે. કંપની ૧૪ ઓક્ટોબર સુધીમાં ૨૪ હજાર કર્મચારીઓને ૩ લાખ સુધી બોનસ અપાશે  દેશની દિગ્ગ્જ સ્ટીલ કંપની ટાટા સ્ટીલે કોરોના મહામારીના કપરા સમયમાં પણ કર્મચારીઓને લાભ તૈયારી કરી છે.

કોરોનકલમાં એકતરફ લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ટાટા સ્ટીલ તેના કર્મચારીઓને બમ્પર લાભ આપશે. ટાટાજૂથની ટાટા સ્ટીલ કંપનીએ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી દીધી છે.  કોરોનકલમાં પણ કંપની બમ્પર લાભ આપશે. ટાટા મેનેજમેન્ટ અને ટાટા વર્કર્સ યુનીય વચ્ચે સમજૂતીના આધારે ચાલુ વર્ષે બોનસ માટે ૨૩૫.૫૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ટાટા જૂથ કોવિડ ૧૯ ના સમયમાં પણ તેને વફાદાર રઅને કર્તવ્યનિષ્ઠ રહેનાર કર્મચારીઓને ત્રણ વર્ષની ગણતરીના આધારે બોનસ આપશે. બોનસ વર્ષ  2017-18, 2018-19 અને 2019-20 માટે માન્ય રખાયું છે. આ બોનસ કંપનીના વિભિન્ન સ્થાન ઉપર કાર્યરત તમામ કર્મચારીઓને મળશે.

જમશેદપુર યુનિટ સાથે તેની ટ્યુબ ડિવિઝનમાં કુલ 12,807 કર્મચારીઓને કુલ 142.05 કરોડ રૂપિયાનું બોનસ આપશે. આ રકમ કર્મચારીઓના બેંકના ખાતામાં 14 ઓક્ટોબર સુધી ચૂકવી દેવાશે. રૂપિયા  ૯૩.૪૯ કરોડ કલિંગંગર પ્લાન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, નોવામૂડી, જામાડોબા, ઝરિયા અને બોકારો માઇન્સના 11,267 કર્મચારીઓને ફાળવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:14 pm, Sat, 19 September 20

Next Article