સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાત લેવું જ નહીં પણ ત્યાં નોકરી કરવું પણ દરેકનું સ્વપ્ન બનશે, સૌથી વધુ લઘુતમ વેતન આપનાર દેશ બન્યો

|

Oct 07, 2020 | 6:09 PM

સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયાના સૌથી સુંદર દેશ તરીકે જ  નહીં પણ વધુ એક બાબતને લઈ નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયામાં સૌથી વધુ લઘુતમ વેતન આપનરો દેશ બનવા જઈ રહ્યું છે. આ દેશમાં એક કલાકના શ્રમ સામે 23 સ્વિસ ફ્રેંકનું વળતર નક્કી કરાયું છે. 1 સ્વિસ ફ્રેન્કની વેલ્યુ 80 રૂપિયા છે. જેના આધારે ભારતીય મૂલ્ય […]

સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાત લેવું જ નહીં પણ ત્યાં નોકરી કરવું પણ દરેકનું સ્વપ્ન બનશે, સૌથી વધુ લઘુતમ વેતન આપનાર દેશ બન્યો

Follow us on

સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયાના સૌથી સુંદર દેશ તરીકે જ  નહીં પણ વધુ એક બાબતને લઈ નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયામાં સૌથી વધુ લઘુતમ વેતન આપનરો દેશ બનવા જઈ રહ્યું છે. આ દેશમાં એક કલાકના શ્રમ સામે 23 સ્વિસ ફ્રેંકનું વળતર નક્કી કરાયું છે. 1 સ્વિસ ફ્રેન્કની વેલ્યુ 80 રૂપિયા છે. જેના આધારે ભારતીય મૂલ્ય પ્રમાણે એક કલાકની વળતર 1,840 રૂપિયા ગણી શકાય. સ્વિટ્ઝર્લૅન્ડનું નામ સાંભળતા સાથે જન્નતનો અહેસાસ થાય છે. સમગ્ર દુનિયાના લોકોનું અહીંની મુલાકાતનું સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર તો ધરતીના સ્વર્ગની મુલાકાત લેવી છે. જિનેવા સ્વિટ્ઝર્લૅન્ડનું એક ખુબસૂરત શહેર છે અને તે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાંનું એક પણ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલમાં જ અહીં લઘુત્તમ કલાકના વેતનનો કાનૂન રજૂ કરાયો છે. આ કાયદા અનુસાર  સ્વિટ્ઝર્લૅન્ડમાં મળતી સેલરી વિશ્વમાં સૌથી વધારે હશે. પ્રતિ કલાક કામ કરવા માટે મિનિમમ 23 સ્વિસ ફ્રેન્ક એટલે કે 1,840 રૂપિયાની આસપાસ મળશે. વર્કર અઠવાડિયે ઓછામાં ઓછા 41 કલાક કામ કરે તો એક મહિનામાં 164 કલાક લેખે 4,086 સ્વિસ ફ્રેન્ક સેલરી મળે છે. ભારતીય રૂપિયામાં તે લગભગ 3 લાખ રૂપિયા કરતા વધુ થાય છે. સ્વિટ્ઝર્લૅન્ડની ઈકોનોમી ટુરિઝમ પર નિર્ભર છે. આ દેશમાં  મોટાભાગના બિઝનેસ ટુરિસ્ટ સાથે સંબંધિત કે તેના પર આધારિત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોરોનાને કારણે ઈકોનોમી પર ગંભીર અસર પડી છે. તેવામાં જિનેવા શહેર હવે અહીં રહેતાં અમુક લોકો માટે એટલુ મોંઘુ થઈ ગયું છે કે તે હવે પૈસાની તંગીને કારણે અહીં ટકવું મુશ્કેલ બની રહ્યું છે. જિનેવા વિશ્વના સૌથી મોંઘા શહેરો પૈકીનું એક છે. એક અંદાજ મુજબ અહીં મોંઘવારી એ હદે છે કે  ભારતમાં બેઠેલા વ્યક્તિને આંજી દેતી સેલેરી જિનેવાના હિસાબથી માત્ર સામાન્ય જીવન આપી શકે  છે. હાલનું વેતન અન્ય દેશો અને શહેરોની સરખામણીમાં ખુબ જ વધારે છે તેમ માનવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article