હવે સ્વીગીના કર્મચારીઓને મળશે કમાણીની તકો, કંપની લાવ્યું છે આ ખાસ ઓફર

|

Oct 08, 2021 | 12:10 AM

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ કહ્યું છે કે કર્મચારી શેર માલિકી યોજના (ESOP) ધરાવતા તેના તમામ કર્મચારીઓ આગામી બે વર્ષ દરમિયાન આયોજીત કરવામાં આવનારા બે લિક્વિડિટી કાર્યક્રમોમાં ભાગ લેવા પાત્ર રહેશે.

હવે સ્વીગીના કર્મચારીઓને મળશે કમાણીની તકો, કંપની લાવ્યું છે આ ખાસ ઓફર
જાણો Swiggy ની આ ઓફર વિશે

Follow us on

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વીગીએ (Swiggy) કહ્યું છે કે કર્મચારી શેર માલિકી યોજના (ESOP) ધરાવતા તેના તમામ કર્મચારીઓ આગામી બે વર્ષ દરમિયાન આયોજીત કરવામાં આવનારા બે લિક્વિડિટી કાર્યક્રમોમાં ભાગ લેવા પાત્ર રહેશે.

 

એટલે કે આ સમય દરમિયાન તેઓ તેમના શેર વેચી શકશે. સ્વીગીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીનો કારોબાર કોવિડ -19ના પહેલાના સ્તરને પણ પાર કરી ગયો છે. ત્યારબાદ કંપનીને તેના બિન-ખાદ્ય વ્યવસાયો ઈન્સ્ટામાર્ટ અને સુપર ડેઈલીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

શું જણાવ્યું સ્વીગીએ? 

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે તાજેતરમાં 1.25 અરબ ડોલરનું ભંડોળ મળવાને પગલે કંપનીએ આગામી બે વર્ષોમાં અલગ અલગ લિક્વિડિટી કાર્યક્રમો દ્વારા  કર્મચારીઓ માટે સતત આવકના સર્જનને સક્ષમ કરવા માટે એક કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

 

સ્વીગીના એચઆર વિભાગના વડા ગિરીશ મેનને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉદ્યોગમાં આ પ્રકારનું પ્રથમ પગલું છે જ્યાં અમે ઈએસઓપી ધરાવતા અમારા કર્મચારીઓને 2022 અને 2023માં લિક્વિડિટી કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપીશું.

 

ફૂડ ડિલિવરીનું ખુબ મોટુ છે માર્કેટ 

આ પહેલા ઓનલાઈન ઓર્ડરિંગ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ સોફ્ટબેંક વિઝન ફંડ II અને હાલના રોકાણકાર પ્રોસસના નેતૃત્વમાં 1.25 અબજ ડોલર (આશરે 9,345 કરોડ રૂપિયા)નું રોકાણ મેળવવાની જાહેરાત કરી હતી અને આ સંદર્ભમાં સ્વીગીના સીઈઓ શ્રીહર્ષ મજેટીએ જણાવ્યું હતું કે, “કેટલાક સૌથી દૂરંદેશી વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી સ્વિગીના મિશન અને ભારતની બહાર એક ટકાઉ અને પ્રતિષ્ઠિત કંપની બનાવવાની તેની ક્ષમતાને દર્શાવે છે.” તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં ફૂડ ડિલિવરી માર્કેટ વિશાળ છે અને કંપની આગામી કેટલાક વર્ષોમાં સેગમેન્ટને વિકસાવવા માટે આક્રમક રીતે રોકાણને ચાલુ રાખશે.

 

નોન ફૂડ સેક્શનમાં કરવામાં આવશે આ રોકાણ

રોકાણ અંગે મજેટીએ કહ્યું હતું કે અમારું સૌથી મોટું રોકાણ અમારા બિન-ખાદ્ય વ્યવસાયોમાં હશે, જેમાં ટૂંકા ગાળામાં ખાસ કરીને છેલ્લા 15 મહિનામાં જબરદસ્ત વૃદ્ધિ જોઈ શકાય છે.” સ્વીગીએ કહ્યું કે આ રોકાણો કંપનીના મુખ્ય ફૂડ ડિલિવરી બિઝનેસને વધારવા તેમજ નવા ફૂડ અને નોન-ફૂડ બિઝનેસ વિકસાવવામાં મદદરૂપ થશે. આ માટે કંપની ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ (AI)માં તેની ક્ષમતા વધારશે અને એન્જિનિયરિંગ, પ્રોડક્ટ, ડેટા સાયન્સ, એનાલિટિક્સ અને સપ્લાય ચેઈનમાં ટીમોને મજબૂત બનાવશે.

 

 

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન

 

Published On - 11:59 pm, Thu, 7 October 21

Next Article