Suzlon Energy Share Price Target 2024: કેટલો ઉપર જશે સુઝલોન એનર્જીનો શેર, નિષ્ણાંતે જણાવ્યો ટાર્ગેટ
Suzlon Energy Share Price Target 2024: મંગળવારે બજારની શરૂઆત થતા જ શેરની કિંમત વધારા સાથે શરૂ થઇ હતી, આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેરની 42.95 પર ટ્રેડ થઇ રહ્યો છે. પાવર સેક્ટરમાં સારી કામગીરી વચ્ચે સોમવારે સુઝલોન એનર્જીનો શેર 5%ની ઉપરની સર્કિટ લાગી હતી.

Suzlon Energy Share Price Target 2024:મંગળવારે બજારની શરૂઆત થતા જ શેરની કિંમત વધારા સાથે શરૂ થઇ હતી, આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 42.95 પર ટ્રેડ થઇ રહ્યો છે. પાવર સેક્ટરમાં સારી કામગીરી વચ્ચે સોમવારે સુઝલોન એનર્જીનો શેર 5%ની ઉપરની સર્કિટ લાગી હતી.
શુક્રવારના બંધ ₹40.60ની સરખામણીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શેર 2.22% વધીને ₹41.50 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ અટકાવવામાં આવે તે પહેલાં શેર 5% વધીને દિવસની અપર સર્કિટ ₹42.60 પર પહોંચ્યો હતો. કંપનીના 8.73 કરોડ શેર ₹41.59ના સરેરાશ ટ્રેડિંગ ભાવે ટ્રેડ થયા હતા. સુઝલોન એનર્જી શેર તેમના ₹44ના 52-સપ્તાહના ઉચ્ચ સ્તરથી માત્ર 4% દૂર છે. છેલ્લાં ત્રણ સત્રોથી આ સ્ટોક સતત વધી રહ્યો છે, આ સમયગાળામાં તે 13% જેટલો વધી ગયો છે.
બજાર નિષ્ણાંતના મતે પર ₹39થી ઉપરનું બ્રેકઆઉટ સ્ટોકને ₹49 (Target) સુધી લઈ જઈ શકે છે.સ્ટોક્સબોક્સના ડેરિવેટિવ્ઝ અને ટેકનિકલ એનાલિસ્ટ અવધૂત બાગકરે જણાવ્યું હતું કે સુઝલોન એનર્જી શેર્સનો ટ્રેન્ડ તેજીનો છે. એકવાર સ્ટોક ₹44ના સ્તરને વટાવી જાય, તે નવો બ્રેકઆઉટ આપશે અને ₹50 અને ₹54ના સ્તરો બતાવી શકે છે.
સુઝલોન એનર્જી શેર પ્રાઇસ હિસ્ટ્રી
સુઝલોન એનર્જી S&P BSE 500 ઇન્ડેક્સનો ભાગ છે. BSE એનાલિટિક્સ અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં તેના શેરમાં 46%નો વધારો થયો છે. આ શેરે 138%ના જંગી ઉછાળા સાથે 6 મહિનામાં રોકાણકારોના નાણા બમણાથી વધુ કર્યા છે. સુઝલોન એનર્જી શેરે છેલ્લા એક વર્ષમાં 317% અને છેલ્લા ત્રણ વર્ષમાં 487% નું આકર્ષક વળતર આપ્યું છે. કાઉન્ટર છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોના નાણાંમાં 761% વધારો થયો છે. BSEની વેબસાઈટ મુજબ, 8 જાન્યુઆરીના રોજ સુઝલોન એનર્જીની માર્કેટ મૂડી ₹57,923.54 કરોડ છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
