AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત

સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી . તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે .

Surat : GST દર ઘટાડવામાં નહીં આવે તો 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત
GST
| Updated on: Dec 06, 2021 | 9:48 AM
Share

મેનમેઇડ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન પર જીએસટીનો(GST) દર 5 ટકાથી વધીને 1 જાન્યુઆરી 2022 થી 12 ટકા થવા જઇ રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે 5 ટકાનો દર યથાવત રાખવા કોઇ હિલચાલ કરવામાં નહિ આવતા સુરતની કાપડ માર્કેટના નાના વેપારીઓની ધીરજ હવે ખૂટી છે . સુરતની 170 કાપડ માર્કેટોમાં 70 ટકા નાના દુકાનદારો કામ કરે છે . 2017માં  કાપડ પર જીએસટી લાગુ થયું ત્યારે આંદોલન છેડનાર ટેકસટાઇલ યુવા બ્રિગેડ દ્વારા સરકારને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

જો જીએસટીનો દર ઘટાડવામાં નહીં આવે તો પછી 15 ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે . તથા વેપારીઓ કાળી પટ્ટી પહેરી દુકાને જશે . અને સાંકેતિક વિરોધ પણ નોંધાવશે . હવે 15 ડિસેમ્બરથી રામધૂન , કેન્ડલમાર્ચ , સદ્ગુદ્ધિ યજ્ઞ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂકરાશે .

સરકાર કાપડના વેપારીઓ અને વિવર્સોના સંગઠનોને સ્ટેક હોલ્ડર ગણતી નથી કેન્દ્રના ટેકસટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના યાર્ન – એક્ષપોને સંબોધતા કહ્યું હતું કે , જીએસટીનો દર ટેકસટાઇલની વેલ્યુ ચેનમાં 5 થી 12 ટકા કરવા માટે સરકારે સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી નિર્ણય લીધો છે . સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી . તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે .

જોકે તેમના આ નિવેદનને પગલે એવો મેસેજ ગયો છે કે ફિઆસ્વી , ફોગવા , ફોસ્ટા સહિતના સંગઠનો એમએમએફની વેલ્યુ ચેઇનના સ્ટેક હોલ્ડરો નથી . નવાઇની વાત એ છે કે એમએમએફ પર જીએસટીનો દર નકકી કરતા પહેલાં ફિઆસ્વીના ચેરમેન અને કેન્દ્રની ટેક્સટાઇલ કમિટીના સભ્ય ભરત ગાંધી , ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ , ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા તથા અન્ય સંગઠનોએ બેઠક માટે કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી . સુરતમાંથી એકમાત્ર મોટા ગજાના યાર્ન ડિલરને તેડાવી સમગ્ર ટેકસટાઇલ ઉદ્યોગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો  તેને લઇ સુરતના કાપડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે .

સુરતના સાંસદ અને કપડા મંત્રી દર્શના જરદોષ પણ આ મુદ્દા પર ટેક્ષટાઇલ ઉધોગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સ્થાનિક રિપ્રેઝન્ટેશન કમિટીની લાગણી અને માગણી નાણામંત્રી નિર્મલા સીતારમન સુધી પહોંચાડવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે . ગઇ તા . 1 લી ડિસેમ્બરના રોજ સુરતના કપડા ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મળ્યું હતું .

તેમના કહેવા પ્રમાણે ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્ષટાઇલ ઉદ્યોગના અન્ય સ્ટેક હોલ્ડર્સ દ્વારા આગામી અઠવાડિયાના અંતમાં સુરતના સાંસદ દર્શના જરદોષ , સી.આર.પાટીલ તેમજ પ્રભુ વસાવાને મળીને જીએસટીના નવા દરથી ટેક્ષટાઇલ ઉદ્યોગને શું નુકસાન થઈ રહ્યું છે તેનાથી વિગતવાર વાકેફ કરશે . ઘણુંખરું આ અઠવાડિયામાં સુરત સમેત દેશભરના કપડા ઉદ્યોગના સ્ટેક હોલ્ડર્સના આગેવાનો સાથે દિલ્હીમાં નાણામંત્રી , મુલાકાત વાણિજ્યમંત્રીની સાથે ગોઠવાશે.

અને ત્યાં તેમને સંપૂર્ણ ડેટા સાથે જીએસટીનો વર્તમાન દર કેમ યોગ્ય છે તેમજ 12 ટકા જીએસટીનો નવો દર કેમ નુકસાનકારક બનશે તે અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે . કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે આ મુદ્દા પર કેન્દ્ર સરકારમાં ઉદ્યોગો વતી રજૂઆત કરવા માટે બાંહેધરી આપી છે .

આ પણ વાંચો : SURAT : ઓલપાડના બોલાવમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ

આ પણ વાંચો : કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">