Surat : રેડીમેડ ગારમેન્ટ માટે સુરત બન્યું હબ, વેપારીઓની સંખ્યા 250 થી વધીને 4 હજારને પાર
પોલિયેસ્ટર કાપડ ઉત્પાદનમાં સુરત સૌથી આગળ છે. દેશની ડિમાન્ડના એકમાત્ર 65 ટકા પોલિયેસ્ટર ફેબ્રિક્સ હવે સુરતમાં જ તૈયાર થાય છે, ત્યારે હવે ફાઈબર ટુ ફેબ્રિક્સ બનાવતા સુરતના ઉત્પાદકો ધીમે ધીમે વેલ્યુ એડિશન કરીને ગારમેન્ટિંગ તરફ પણ વળ્યાં છે.
રેડીમેઈડ ગારમેન્ટ(Readymade Garment ) અને તેના ફેબ્રિક્સ માટે સુરત અન્ય દેશો માટે નવું ટ્રેડિંગ ડેસ્ટિનેશન (Destination )બન્યું છે. લેડીઝ , જેન્ટ્સ ગારમેન્ટ બનતા કપડાંની દુબઇ, યુએસએ અને બાંગ્લાદેશ સહિતના ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ મોટી ડિમાન્ડ નીકળી છે. ત્રણ વર્ષ પહેલા ગાર્મેન્ટનું કામ કરતા 250 વેપારીઓની સંખ્યા હવે વધીને 4 હજારને પાર થઇ ગઈ છે.
પોલિયેસ્ટર કાપડ ઉત્પાદનમાં સુરત સૌથી આગળ છે. દેશની ડિમાન્ડના એકમાત્ર 65 ટકા પોલિયેસ્ટર ફેબ્રિક્સ હવે સુરતમાં જ તૈયાર થાય છે, ત્યારે હવે ફાઈબર ટુ ફેબ્રિક્સ બનાવતા સુરતના ઉત્પાદકો ધીમે ધીમે વેલ્યુ એડિશન કરીને ગારમેન્ટિંગ તરફ પણ વળ્યાં છે.
સુરત ડેનિમ અને લિનન ફેબ્રિક્સના ઉત્પાદનમાં પણ દેશમાં બીજો કર્મ મેળવી ચૂક્યું છે. ત્યારે સુરતમાં પોલિએસ્ટર અને કોટન કાપડના થઇ રહેલા ઉત્પાદનના કારણે ગારમેન્ટ સેક્ટરમાં બંને નો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે.
નવરાત્રિથી શરૂ થયેલી થવારોની સીઝનના કારણે યુપી, બિહાર, કોલકાતા તથા દક્ષિણ ભારતના બજારોમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સની સારી ડિમાન્ડ નીકળી છે. તેની સાથે સાથે રેડીમેઈડ ગરમનેટ અને તેના ફેબ્રિક્સની પણ સારી ડિમાન્ડ સુરતના ઉત્પાદકો પાસે થઇ રહી છે.
સ્થાનિક ગારમેન્ટના વેપારીઓ જણાવે છે કે કોરોનાના કારણે મુંબઈથી ઘણા વેપારીઓ સ્થળાન્તર થઈને સુરત આવ્યા છે. તેની પાછળનું કારણ પણ ગારમેન્ટિંગ છે. સુરતમાં વધેલા ગારમેન્ટિંગના કારણે કોરોના પછી 4 હજારથી વધુ વેપારીઓ ગારમેન્ટ ફેબ્રિક્સમાં વેપાર કરતા થતા છે. જેમાં પણ લેડીઝ જેન્ટ્સ કુર્તી અને કુર્તા તથા લહેંગાની મોટી ડિમાન્ડ છે. શૂટિંગ સર્ટિન્ગના ફેબ્રિક્સ પણ બની રહ્યા છે.
જોકે તેની સ્ટિચિંગ દિલ્હીના માર્કેટમાં વધુ પ્રમાણમાં થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલા શહેરમાં 250 જેટલા ગાર્મેન્ટર્સે દુકાનો શરૂ કરી ને સુરત માર્કેટમાં વેપાર શરૂ કર્યો હતો. શહેરમાં એડવાન્સ પ્રોસેસિંગ મિલો સ્થપાય તો ગારમેન્ટિંગ સેકટરને વેગ મળી શકે છે.
શહેરમાં સચિન પલસાણામાં ગારમેન્ટ માટે પ્રોસેસિંગ કરતા યુનિટ કાર્યરત બન્યા છે. પણ તે પ્રમાણમાં ઓછા હોવાનો મત સુરતના ગારમેન્ટ ઉત્પાદકો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં બનતા ગાર્મેન્ટના કાપડનું 80 ટકા એક્સપોર્ટ દુબઇ બાંગ્લાદેશમાં થાય છે. બીજી તરફ સુરતના ફેબ્રિક્સ દિલ્હી જાય છે. અને ત્યાં તેનું સ્ટિચિંગ થયા બાદ યુએસએના માર્કેટમાં સપ્લાય થાય છે.
આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?
આ પણ વાંચો : VADODARA : ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી