Surat : ડાયમંડ ઉધોગમાં GST નો દર વધારવાની માંગણી કરાઈ, જાણો કેમ ?

|

Nov 25, 2021 | 3:50 PM

જયારે બીજી તરફ અલગ અલગ સુવિધાઓ પર હીરા ઉધોગકારોએ ચૂકવેલા જીએસટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઇટીસી સ્વરૂપે પરત મળે છે. અને આઇટીસીની રકમ હીરા ઉધોગકારોના ખાતામાં જમા થાય છે. જોકે આ આઇટીસીની રકમનો ઉપયોગ થઇ શકતો નથી.1`

Surat :  ડાયમંડ ઉધોગમાં GST નો દર વધારવાની માંગણી કરાઈ, જાણો કેમ ?
File Image

Follow us on

હાલના સમયમાં શહેરના કાપડ ઉધોગમાં (Textile Market ) જીએસટીના(GST) વધારાયેલા દર બાબતે વિરોધનો સુર દેખાઈ રહ્યો છે. ત્યારે સુરતના હીરાઉધોગમાં(Diamond Industry ) ઉલ્ટી ગંગા દેખાઈ રહી છે. સુરતના હીરા ઉધોગ દ્વારા વર્તમાન જીએસટી ડ્રામા વધારો કરવાની રજુઆત કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે.

જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે હીરા ઉધોગમાં વર્તમાન સમયે રફ હીરા પર 0.25 ટકા અને પોલીશડ હીરા પર પણ 0.25 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આખા ઉધોગની ચેઈનમાં જોઈએ તો સર્ટિફિકેશન પર 18 ટકા, બેન્કની વિવિધ સેવાઓ પર 18 ટકા અને લેબર ચાર્જ માટે પાંચ ટકા જીએસટી હીરા ઉધોગ ચૂકવે છે.

જયારે બીજી તરફ અલગ અલગ સુવિધાઓ પર હીરા ઉધોગકારોએ ચૂકવેલા જીએસટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઇટીસી સ્વરૂપે પરત મળે છે. અને આઇટીસીની રકમ હીરા ઉધોગકારોના ખાતામાં જમા થાય છે. જોકે આ આઇટીસીની રકમનો ઉપયોગ થઇ શકતો નથી. આવી સ્થિતિના કારણે હીરા ઉધોગ તરફથી જીજેઇપીસી દ્વારા સરકારને એવી રજુઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં રફ તથા પોલીશડ ડાયમંડ પર વર્તમાન સમયે જે 0.25 ટકા જીએસટીનો દર છે. તે વધારીને 1.5 ટકા કરવામાં આવે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આવું કરવાથી હીરા ઉધોગકારોને આઇટીસીની જે રકમ જમા મળે છે. તેમાં નોંધપાત્ર વધારો મળીને મોટી રકમ જમા મળી શકે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉગો પરના જીએસટી ડરને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જેના માટે ગઈકાલે જ ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજુઆત કરવામાં આવી હતી. જોકે તેની સામે સુરતના બીજા મુખ્ય ઉધોગ હીરા ઉધોગ દ્વારા જીએસટીના ડ્રામા વધારો કરવાનું સૂચન કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવ્યું છે.

આમ, એક તરફ જ્યાં જીએસટીને લઈને ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓમાં આક્રોશ છે ત્યાં ડાયમંડ ઉધોગમાં ઉલટો ઘાટ જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહેશે કે સુરતના બે મોટા ઉધોગોની આ માંગણીને સરકાર કેવી રીતે સ્વીકારે છે. અને વેપારીઓની સમસ્યાનું કોઈ નિરાકારણ આવે છે કે નહીં.

આ પણ વાંચો : સુરતમાં ચોંકાવનારી ઘટના : મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું એક મહિનાનું બાળક

આ પણ વાંચો : SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી”

Next Article