Surat : હીરો ચમક્યો, છ મહિનામાં હીરાની નિકાસ 19,442 કરોડ વધી

|

Oct 19, 2021 | 2:47 PM

જેમાં વર્ષ 2019માં કુલ 1,26,461.94 કરોડની નીકળી સામે 2021ના પહેલા છ મહિનામાં જ કુલ 1,40,412,94 કરોડની જેમ એન્ડ જવેલરી ની નિકાસ થઇ છે.

Surat : હીરો ચમક્યો, છ મહિનામાં હીરાની નિકાસ 19,442 કરોડ વધી
Surat: Diamond exports rise to Rs 19,442 crore in six months

Follow us on

નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ માસના કુલ જેમ એન્ડ જવેલરી (Gem And Jwellery) નિકાસના ડેટા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જેમ એન્ડ જવેલરીના કુલ સેકટરની નિકાસમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. જેમાં કટ અને પોલીશડ હીરાની નિકાસમાં 19,442 કરોડ જયારે હીરા જડિત જવેલરીની નિકાસમાં 6664 કરોડનો 2029-20 ના વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે.

નાણાકીય વર્ષ 2020-21ની વાત કરવામાં આવે તો એકમાત્ર સુરતમાંથી જ 12 હજાર કરોડથી વધુના કટ અને પોલીશડ હીરાની નિકાસ નોંધાઈ ચુકી છે. ત્યાં જ જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર 2019ની સરખામણીએ એપ્રિલથી સપ્ટેમ્બર 2021માં જેમ એન્ડ જવેલરી ના કુલ નિકાસ આંક માં ઉછાળો નોંધાયો છે.

જેમાં વર્ષ 2019માં કુલ 1,26,461.94 કરોડની નીકળી સામે 2021ના પહેલા છ મહિનામાં જ કુલ 1,40,412,94 કરોડની જેમ એન્ડ જવેલરી ની નિકાસ થઇ છે. જે પૈકી કટ અને પોલીશડ ડાયમંડી કુલ નિકાસ 91,489,2 કરોડ રહેવા પામી છે, જે 2019ના વર્ષની સરખામણીએ 26.98 ટકા એટલે કે 19,442 કરોડ વધારે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કહેવાય છે કે વેશ્વિક માર્કેટમાં વેચાણ થતા 10 માંથી 9 હીરા સુરતમાં બને છે. ત્યારે આ નિકાસમાં સુરતના ઉધોગકારોનો મોટો ફાળો રહ્યો છે. તે પ્રમાણે જ હીરા જડિત જવેલરીઓની નિકાસ 17,761.38 કરોડની રહી છે. જે પણ વર્ષ 2019ની સરખામણીમાં 6664 કરોડ રૂપિયા વધારે છે. સુરતમાં 350 થી વધુ ડાયમંડ જવેલરી મેન્યુફેક્ચરર્સ છેલ્લા ચાર વર્ષથી સ્થાપિત થયા છે. જે દર મહિને 2 હજાર કરોડથી વધુની જવેલરીનું નિકાસ કરે છે.

સિન્થેટિક ડાયમંડ અને સિલ્વર જવેલરીની નિકાસ પણ વધી : 
સુરતમાં હવે લેબગ્રોન ડાયમંડ તેમજ લેબગ્રોન ડાયમંડ થી બનતી જવેલરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું છે. તેની અસર સીધી નિકાસ પર જોવા મળી રહી છે. પોલીશડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 193.42 ટકાનો એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન નિકાસ વધી છે.

જયારે સુરતના સચિન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ચાંદીના હીરા જડિત ઘરેણાં બનાવનારી કંપનીઓ પણ શરૂ થઇ છે. તેમનો પણ નિકાસમાં મોટો ફાળો રહ્યો છે. જીજેઇપીસીના આંક પ્રમાણે સિલ્વર જવેલરીની નિકાસમાં 153.14 ટકાનો ઉછાળો નોંધાયો છે, જે એપ્રિલ થી સપ્ટેમ્બર 21 દરમ્યાન 9477.39 કરોડ રહેવા પામ્યો છે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

Next Article