દેશના નિકાસ વ્યવસાયમાં સુધારણાના મજબૂત સંકેત, માર્ચમાં Export માં 17 ટકાનો વધારો નોંધાયો

|

Mar 17, 2021 | 8:43 AM

નિકાસ (Export) મોરચે રાહતના સમાચાર આવ્યા છે. દેશના નિકાસ વ્યવસાયમાં સુધારણાના મજબૂત સંકેતો દેખાઈ રહ્યા છે. 1 થી 14 માર્ચ દરમિયાનના સમયગાળામાં નિકાસ 17.27 ટકા વધીને 14.22 અબજ ડોલર પર પહોંચી ગયું છે.

દેશના નિકાસ વ્યવસાયમાં સુધારણાના મજબૂત સંકેત, માર્ચમાં Export માં 17 ટકાનો વધારો નોંધાયો
એન્જિનિયરિંગ સાથે રત્ન અને આભૂષણ ક્ષેત્રમાં સારા પ્રદર્શનને કારણે નિકાસમાં વધારો થયો છે.

Follow us on

નિકાસ (Export) મોરચે રાહતના સમાચાર આવ્યા છે. દેશના નિકાસ વ્યવસાયમાં સુધારણાના મજબૂત સંકેતો દેખાઈ રહ્યા છે. 1 થી 14 માર્ચ દરમિયાનના સમયગાળામાં નિકાસ 17.27 ટકા વધીને 14.22 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વાણિજ્ય મંત્રાલયના પ્રારંભિક ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન દેશની આયાતમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આ સમયગાળા દરમિયાન આયાત 27.77 ટકા વધીને 22.24 અબજ ડોલર થઈ છે. આનાથી 8.02 અબજ ડોલરની વેપાર ખાધ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં આ વધારો નોંધવામાં આવ્યો છે.

એન્જિનિયરિંગ, ચોખા, રત્ન અને ઝવેરાત જેવા ક્ષેત્ર ઉલ્લેખનીય રહ્યા છે કે, જ્યાં સારી વૃદ્ધિ નોંધાઈ છે. તે જ સમયે ચામડા, તેલીબિયાં અને તમામ પ્રકારના તૈયાર વસ્ત્રોની નિકાસ નીચે આવી છે. મળતી માહિતી મુજબ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સોના, ઇલેક્ટ્રોનિક સમાન અને કિંમતી પથ્થરોની આયાતમાં વધારો થયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ફેબ્રુઆરીમાં નિકાસ વધી છે
દેશના નિકાસ કારોબારમાં વાર્ષિક ધોરણે સતત ત્રીજા મહિને વધારો થયો છે. ફેબ્રુઆરીમાં 0.67 ટકા વધીને 27.93 અબજ ડોલર થયો છે. આ સમય દરમિયાન વેપાર ખાધ 12.62 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

ગયા અઠવાડિયે વાણિજ્ય સચિવ અનૂપ વાધવાને કહ્યું હતું કે, દેશની નિકાસમાં સતત સુધારો થઈ રહ્યો છે અને માર્ચમાં તે સારી વૃદ્ધિ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, કોવિડ રોગચાળાની દેશની ચીજવસ્તુઓના નિકાસ પર વિપરીત અસર પડી હતી.

ભારતની નિકાસ ફેબ્રુઆરીમાં નજીવી 0.25 ટકા ઘટીને 27.67 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 6.98 ટકા વધીને 40.55 અબજ ડોલર થઈ હતી. દેશના નિકાસ કારોબારમાં વાર્ષિક ધોરણે સતત ત્રીજા મહિનાનો વધારો થયો છે, જે ફેબ્રુઆરીમાં 0.67 ટકા વધીને 27.93 અબજ ડોલર થયો હતો. આ સમય દરમિયાન વેપાર ખાધ 12.62 અબજ ડોલર પર પહોંચી હતી.

Next Article