સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ફરીથી બેઠા કરવા સ્વિગી તેના પ્લેટફોર્મ પર 36,000 વેન્ડર્સને જોડશે

|

Dec 11, 2020 | 12:20 PM

ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ સ્વિગીએ સરકાર સાથે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ફરીથી બેઠા કરવા એક કરાર કર્યો છે. આ કરાર દ્વારા સ્વિગી સરકારે રજૂ કરેલી યોજના પીએમ સ્વ ભંડોળ દ્વારા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને મદદરૂપ બનશે. સ્વિગીએ તેના પ્લેટફોર્મ પર 36,000 સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને લાવવા માટે સરકાર સાથે કરાર કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તે પહેલા રાઉન્ડમાં […]

સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ફરીથી બેઠા કરવા સ્વિગી તેના પ્લેટફોર્મ પર 36,000 વેન્ડર્સને જોડશે

Follow us on

ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ સ્વિગીએ સરકાર સાથે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ફરીથી બેઠા કરવા એક કરાર કર્યો છે. આ કરાર દ્વારા સ્વિગી સરકારે રજૂ કરેલી યોજના પીએમ સ્વ ભંડોળ દ્વારા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને મદદરૂપ બનશે. સ્વિગીએ તેના પ્લેટફોર્મ પર 36,000 સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને લાવવા માટે સરકાર સાથે કરાર કર્યો છે. કંપનીએ કહ્યું છે કે તે પહેલા રાઉન્ડમાં 125 શહેરોના સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને તેના પ્લેટફોર્મ પર લાવશે.

ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ દ્વારા સ્ટ્રીટ ફૂડ માટે પ્રખ્યાત ઈન્દોર, બનારસ, ગ્વાલિયર, વડોદરા, વિશાખાપટ્ટનમ, ઉદયપુર, લખનઉ અને ભીલાઇ જેવા ટાયર 2 અને ટાયર 3 શહેરોના શેરી વિક્રેતાઓનું લિસ્ટિંગ કરશે. પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે કંપની તેના પ્લેટફોર્મ પર અમદાવાદ, બનારસ, ચેન્નાઈ, દિલ્હી અને ઇન્દોરથી 300 થી વધુ શેરી વિક્રેતાઓ લાવી ચુકી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ માટે એપ્લિકેશન પ્લેટફોર્મ પર એક અલગ સ્પેસ આપવામાં આવી છે, જ્યાં ગ્રાહકો તેમના મનપસંદ ફૂડ વેન્ડર્સને શોધી શકે છે. ખોરાક સલામતી તાલીમ અને પ્રમાણપત્ર આપવાની ખાતરી પણ આપવામાં આવી છે. સરકાર સાથેના કરાર અંગે સ્વિગી સીઓઓ વિવેક સુંદર કહે છે, “સ્ટ્રીટ વેન્ડર્સ દેશની ખાણી-પીણીની સંસ્કૃતિનો એક અવિરત ભાગ છે. સ્વિગી તેમને નવી પરિસ્થિતિમાં અનુકૂળ થવામાં અને ડિજિટલ ઇકોનોમી અપનાવીને આગળ વધવામાં મદદ કરશે. ”

સ્વાનિધિ યોજના અંતર્ગત સરકારને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ તરફથી અત્યાર સુધીમાં 1.47 લાખ લોન અરજીઓ મળી છે. સ્વિગી આ યોજના હેઠળ તેના પ્લેટફોર્મ પર લોન મેળવતા 125 શહેરોમાંથી 36000 વિક્રેતાઓ લાવી રહ્યા છે. પહેલીવાર સરકારે શેરી વિક્રેતાઓ માટે આવા સ્કેલ પર કોઈ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સ તાત્કાલિક 10,000 રૂપિયાની લોન આપવામાં આવી હતી જેનો હેતુ લોકડાઉન હટાવ્યા પછી તેમને વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવનો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article