STOCKS 2021: બદલાતો દાયકો રોકાણકારોનો સમય બદલશે ? કરો એક નજર ઉજ્જવળ ભાવિ દેખાડી શકે તેવા શેર્સ ઉપર

|

Dec 31, 2020 | 9:56 PM

વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને ઘણી માઠી અસર પહોંચી છે. વેપાર – રોજગાર ધીમા પડયા પણ શેરબજારની ગતિ અવિરત રહી હતી. વિદેશી નિવેશના પગલે શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી સપસરહતું રહ્યું હતું. આગામી વર્ષ 2021 પણ સારું રહેવાના કયાસ લગાવાઈ રહ્યા છે. વર્ષ 2021 માટે ક્યાં શેર રોકાણકારો માટે લાભદાયક નીવડે શકે છે […]

STOCKS 2021: બદલાતો દાયકો રોકાણકારોનો સમય બદલશે ? કરો એક નજર ઉજ્જવળ ભાવિ દેખાડી શકે તેવા શેર્સ ઉપર
શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયા હતા.

Follow us on

વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને ઘણી માઠી અસર પહોંચી છે. વેપાર – રોજગાર ધીમા પડયા પણ શેરબજારની ગતિ અવિરત રહી હતી. વિદેશી નિવેશના પગલે શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી સપસરહતું રહ્યું હતું. આગામી વર્ષ 2021 પણ સારું રહેવાના કયાસ લગાવાઈ રહ્યા છે.

વર્ષ 2021 માટે ક્યાં શેર રોકાણકારો માટે લાભદાયક નીવડે શકે છે તે ઉપર બજારના જાણકારોના અભિપ્રાયના આધારે અમે આપને  આગામી દાયકામાં સારા ભાવિની ઉમીદ ધરાવતા શેર્સ અંગે માહિતગાર કરવા જઈ રહ્યા છે.

Bajaj Finserv
આગામી વર્ષમાં આઉટર્ફોર્મ કરવાની ક્ષમતા છે. ગ્રાહકોનું ઈન્શ્યોરન્સ પ્રતિ બદલાયેલું વલણ યથાવત રહેશે તેમ હાલની સ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે. નાણાકિયા વર્ષ 2021માં ઇન્શ્યોરન્સ ક્લેમ્સમાં વધારો થઈ શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Reliance
લાંબાગાળે સ્ટોકમાં સારા ગ્રોથની આશા છે. ફેસબૂક, સાઉદી અરામકો જેવા લાંબાગાળાના રોકાણકારોને આકર્ષ્યા છે. રિલાયન્સ રિફાઈનરીની જગ્યાએ સંપૂર્ણ ડિજીટલ કંપની બનવા તરફ જઇ રહી છે. કંપની 5Gની ક્ષમતા વિકસાવવા સક્ષમ દેખાઈ રહી છે.

HDFC
નાણાકિય વર્ષ 2020માં એનઆઈઆઈમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો વધારો થયો છે. એયૂએમમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો થયો છે. સારી માગને પગલે લોનમાં ઉછાળો આવશે. અહીંથી ક્રેડિટ કોસ્ટમાં વધારો આવવાની શક્યતા છે.

ICICI BANK
આવનારા વર્ષોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક સારો ગ્રોથ બતાવી શકે છે. કંપની પાસે મૂડી પૂરતા પ્રમાણમાં છે જેથી ધિરાણ કરી શકશે. બેન્કની એસેટ ક્વોલિટી પણ સારી છે.  વધુ બ્રાન્ચને અને સારી લાયબિલિટીને કારણે કોસ્ટ ઓફ ફંડ પણ સસ્તું છે.

Bharti Airtel
ટેરિફ વધાર્યા વગર એઆરપીયૂ વધારવા કંપની પાસે સ્કોપ છે. 2G થી 4G સુધી પહોંચતા સબ્સક્રિપ્શનમાં વધારો થયો છે.  આફ્રિકાના બિઝનેસથી પણ સારા પ્રદર્શનની આશા છે.

Sun Pharma 
યૂએસમાં એમડીએ પોર્ટફોલિયોનું લોન્ચિંગ પૂર્ણ થવા આવ્યું છે. આવનારા સમયમાં એનડીએ સ્પેશ્યાલિટીમાંથી સ્થિર આવક થતી રહેશે. નવા લૉન્ચની સાથે જૂના પ્રોડક્ટની પહોંચ પણ વધતી રહેશે.

 

નોંધ : અહેવાલનો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. રોકાણથી નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. રોકાણ પહેલા આપનાં  આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી.

Next Article