Zomatoએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, કંપનીનો શેર ઓલ ટાઈમ લો સપાટીએ પટકાયો

|

Apr 30, 2022 | 12:00 PM

Zomatoનું બમ્પર લિસ્ટિંગ હતું. Zomatoનો શેર NSE પર 53 ટકાના પ્રીમિયમ પર રૂ. 116 પર જયારે BSE પર રૂ. 115ના સ્તરે લિસ્ટ થયો હતો.

Zomatoએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, કંપનીનો શેર ઓલ ટાઈમ લો સપાટીએ પટકાયો

Follow us on

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના સ્ટોકે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે Zomatoનો સ્ટોક ઇન્ટ્રાડેમાં 71.10 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે પાછળથી તેમાં થોડો સુધારો થયો અને તે 2.51 ટકાના ઘટાડા સાથે રૂ.72 પર બંધ થયો હતો.છેલ્લા પાંચ દિવસમાં સ્ટોક 11.49 ટકા ઘટ્યો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ સ્ટોક ઘટીને 49.6 ટકા પર આવી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શેરમાં સંસ્થાકીય રોકાણકારોનો વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે. માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના 2.82 ટકા હિસ્સામાંથી 83 મિલિયન ઇક્વિટી શેર્સ અથવા 1.1 ટકાનું વેચાણ કર્યું છે. FPIsએ માર્ચ ક્વાર્ટરમાં Zomatoમાં તેમનો હિસ્સો 0.9 ટકા ઘટાડ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં FPIsનો હિસ્સો 10.17 ટકા હતો.

શેર સતત તૂટી રહ્યો છે

Zomatoનું બમ્પર લિસ્ટિંગ હતું. Zomatoનો શેર NSE પર 53 ટકાના પ્રીમિયમ પર રૂ. 116 પર જયારે BSE પર રૂ. 115ના સ્તરે લિસ્ટ થયો હતો. Zomato IPO માટે ઇશ્યુ પ્રાઇસ 72-76 રૂપિયાની રેન્જમાં હતી. 16 નવેમ્બર 2021ના રોજ શેર રૂ. 169ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં તે તેના ઉચ્ચ સ્તરેથી લગભગ 57 ટકા તૂટી ગયો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક 45.72 ટકા ઘટ્યો છે જ્યારે એક મહિનામાં તે 15.34 ટકા ઘટ્યો છે.

શેર કેમ ઘટી રહ્યો છે?

4 એપ્રિલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા આપવામાં આવેલા આદેશને કારણે પહેલેથી જ દબાણ હેઠળ રહેલા Zomatoના શેરને મોટો આંચકો લાગ્યો છે. CCIએ 4 એપ્રિલે કહ્યું હતું કે Swiggy અને Zomatoની બિઝનેસ પ્રેક્ટિસની તપાસ કરવાની જરૂર છે. આ બંને એપ પર આરોપ છે કે તેઓ પેમેન્ટ સાયકલમાં વિલંબ, નિયમોનો એકપક્ષીય અમલ અને અતિશય કમિશન વસૂલવા જેવી અન્યાયી વ્યાપારી પદ્ધતિઓ અપનાવે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

શેરબજારનો છેલ્લા સત્રનો કારોબાર

શેરબજાર શુક્રવારે ટ્રેડિંગના છેલ્લા કલાકમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું અને તેના તમામ લાભો ગુમાવ્યા હતા. બજારને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીનું નુકસાન સહન કરવું પડ્યું છે જ્યારે મુખ્ય શેરોમાં થયેલા નુકસાનને કારણે મેજર ઈન્ડેક્સની ખોટ પણ વધી છે. શુક્રવારના કારોબારમાં સેન્સેક્સ 460 અંકોના ઘટાડા સાથે 57061 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ નિફ્ટી 148 પોઈન્ટના ઘટાડા સાથે 17097ના સ્તરે બંધ રહ્યો હતો. તેલ અને ગેસ, મીડિયા, ઓટો સેક્ટર અને બેન્કિંગ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે.

આ પણ વાંચો : વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી

આ પણ વાંચો :  LIC IPO : LIC નો શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો પોલિસીધારકોને કેટલું ડિસ્કાઉન્ટ મળશે

Next Article