Upcoming IPO : ટૂંક સમયમાં ત્રણ કંપનીઓ લાવશે કમાણીની તક, આ ગુજ્જુ કંપનીનો ઈશ્યુ સોમવારે ખુલશે

|

Nov 24, 2022 | 7:16 AM

અમદાવાદ સ્થિત કંપની ઇશ્યૂમાંથી રૂ. 251.15 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ ગુજરાતના ભરૂચમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, દેવાની ચુકવણી અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

Upcoming IPO : ટૂંક સમયમાં ત્રણ કંપનીઓ લાવશે કમાણીની તક, આ ગુજ્જુ કંપનીનો ઈશ્યુ સોમવારે ખુલશે
Upcoming IPO

Follow us on

આગામી સપ્તાહે શેરબજારમાં કમાણી કરવાની વધુ એક તક આવવાની છે. એગ્રી સેક્ટરની કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ આવતા અઠવાડિયે તેનો IPO લઈને આવી રહી છે.  કંપનીએ તેના ઈશ્યુની પ્રાઇસ રેન્જ જાહેર કરી છે. આ સિવાય બીજી ઘણી કંપનીઓ પણ પ્રાઇમરી માર્કેટમાં આવવાની તૈયારી કરી રહી છે. IT સોલ્યુશન પ્રોવાઈડર પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસ અને કેમિકલ સેક્ટરની બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સને IPO દ્વારા બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીની મંજૂરી મળી ગઈ છે. ફરી IPO  બજારમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહયા છે.

જાણો કંપનીની યોજનાઓ વિશે

એગ્રો કેમિકલ્સ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડે તેના રૂ. 251 કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે શેર દીઠ રૂ. 216-237ની કિંમતની રેન્જ નક્કી કરી છે. કંપનીએ બુધવારે એક નિવેદનમાં માહિતી આપી હતી. IPO 28 નવેમ્બરે ખુલશે અને 30 નવેમ્બરે બંધ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IPO હેઠળ 216 કરોડ રૂપિયા સુધીના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના હાલના શેરધારકો 14.83 લાખ શેરના વેચાણ માટે ઓફર (OFS) કરશે. અમદાવાદ સ્થિત કંપની ઇશ્યૂમાંથી રૂ. 251.15 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ ગુજરાતના ભરૂચમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, દેવાની ચુકવણી અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ કંપનીઓ કતારમાં છે

પ્રોટીન ઇગોવ ટેક્નોલોજીસ અને બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સને પણ આઇપીઓ લાવવા માટે સેબી પાસેથી મંજૂરી મળી છે. દસ્તાવેજો અનુસાર બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સના IPOમાં રૂ. 250 કરોડ સુધીના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. તેના પ્રમોટર્સ 2,60,00,000 શેરની વેચાણ માટે ઓફર (OFS) લાવશે. ઇશ્યૂમાંથી ઉભી થયેલી રકમમાંથી રૂ. 68 કરોડ સુધીનું દેવું ચૂકવવા માટે અને રૂ. 119.5 કરોડનો ઉપયોગ સામાન્ય વ્યવસાયિક હેતુઓ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરવામાં આવશે. કંપની રૂ. 50 કરોડના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે. જો આમ થશે તો નવા ઈશ્યુનું કદ નીચે આવશે. Protein eGov Technologiesના IPOમાં 1.2 કરોડ સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. બંને કંપનીઓના શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.

Next Article