Upcoming IPO : ચાલુવર્ષે આ ફાર્મ કંપની લાવશે કમાણીની તક, જાણો કંપનીના બિઝનેસ અને યોજના વિશે વિગતવાર
જોકે IPOનું કદ કેટલું મોટું હશે તે હજુ નક્કી નથી પરંતુ 10 ટકા હિસ્સો વેચી શકાય તેવી શક્યતા છે. આ અર્થમાં તેનો IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે અને તે ફાર્મા સેક્ટરનો સૌથી મોટો IPO બની શકે છે.
ફાર્મા ક્ષેત્રની સૌથી મોટી અનલિસ્ટેડ ફાર્મા કંપનીઓમાંની(Pharma Company) એક મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma)આ વર્ષે શેરબજારમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ માટે કંપનીએ પબ્લિક ઈશ્યુ (IPO) લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડ ફાર્માએ તેના મેગા Initial public offering – IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે પ્રારંભિક વાટાઘાટો શરૂ કરી છે. મેનફોર્સ કોન્ડોમ (Manforce Condoms) ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ છે આ ઉપરાંત પ્રેગા ન્યૂઝ (Prega News), કાલોરી 1 (Kaloree 1) અને ઘણી બધી મોટી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે
કંપનીનું મૂલ્ય 10 અબજ ડોલર હોવાની શક્યતા
ફાર્મા ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા સૂત્રોએ આ માહિતી શેર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IPO અંગેની વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેમણે જણાવ્યું કે કંપનીનું મૂલ્ય 8 થી 10 અબજ ડોલરની વચ્ચે હોઈ શકે છે. તે કેશ લેસ કંપની છે. આ પબ્લિક ઈસ્યુ ઓફર ફોર સેલ (OFS) હોઈ શકે છે જેમાં પ્રમોટરો અને મોટા રોકાણકારો તેમનો હિસ્સો વેચશે. ઝડપથી વિકસતી આ કંપની હવે ઘણી મોટી બની ગઈ છે અને શેરબજારમાં લિસ્ટિંગ માટે તૈયાર છે. એપ્રિલમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણૂક થઈ શકે છે.
ફાર્મા સેક્ટરમાં સૌથી મોટો IPO આવી શકે છે
જોકે IPOનું કદ કેટલું મોટું હશે તે હજુ નક્કી નથી પરંતુ 10 ટકા હિસ્સો વેચી શકાય તેવી શક્યતા છે. આ અર્થમાં તેનો IPO 800 મિલિયન થી 1 અબજ ડોલરની રેન્જમાં હોઈ શકે છે અને તે ફાર્મા સેક્ટરનો સૌથી મોટો IPO બની શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પબ્લિક ઇશ્યૂ દ્વારા તે રોકાણકારોને આંશિક એક્ઝિટ આપવામાં આવશે જેઓ આપેલ સમયમર્યાદામાં વધુ સારા વળતરની અપેક્ષા રાખે છે. આ ફાર્મા કંપનીમાં ક્રિસ કેપિટલ ઉપરાંત કેપિટલ ઈન્ટરનેશનલ અને સિંગાપોરની જીઆઈસીએ રોકાણ કર્યું છે. કેપિટલ ઇન્ટરનેશનલે 2015માં મેનકાઇન્ડ ફાર્માના 11 ટકા શેર ક્રિસ કેપિટલ પાસેથી 200 મિલિયન ડોલરમાં ખરીદ્યા હતા. એપ્રિલ 2018 માં ક્રિસ કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે ફરીથી 350 મિલિયન ડોલરમાં કંપનીમાં 10 ટકા હિસ્સો ખરીદ્યો હતો. કન્સોર્ટિયમમાં GIC અને CPPIBનો સમાવેશ થાય છે.