TOP 10 IPO : જાણો દેશના 10 મૂલ્યવાન IPO વિશે, કોણે રોકાણકારોને માલામાલ કર્યા અને કોણે ડૂબાડયા???

|

May 04, 2022 | 10:49 AM

સરકારે LIC IPO ના ઇશ્યુનું કદ 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યું છે તેમ છતાં LICનો IPO ભારતીય ઇતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ લિસ્ટેડ શેરોમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO Paytm (One97 Communications Ltd.)નો છે.

TOP 10 IPO : જાણો દેશના 10 મૂલ્યવાન IPO વિશે, કોણે રોકાણકારોને માલામાલ કર્યા અને કોણે ડૂબાડયા???
Upcoming IPO

Follow us on

LICનો IPO સામાન્ય રોકાણકારો માટે આજે 4 મેના રોજ ખુલ્યો છે. આ માટે તમે 9 મે સુધી અરજી કરી શકો છો. જો કે સરકારે ઇશ્યુનું કદ 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યું છે તેમ છતાં LICનો IPO ભારતીય ઇતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ લિસ્ટેડ શેરોમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO Paytm (One97 Communications Ltd.)નો છે. જોકે પહેલા જ દિવસે તે પટકાયો હતો. જાણો દેશના 10 સૌથી મોટા IPO વિશે…

Paytm:

રોઇટર્સના અહેવાલ મુજબ લિસ્ટેડ શેરોમાં સૌથી મોટો IPO Paytm (One97 Communications Ltd.) છે. તેના IPOનું કદ 2.46 બિલિયન હતું. આ IPOની ઈશ્યુ પ્રાઇસ 2150 રૂપિયા હતી જ્યારે પહેલા જ દિવસે 1560.80 પર બંધ થઈ હતી. પહેલા જ દિવસે તે 27.4 ટકા ઘટ્યો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Coal India :

કોલ ઈન્ડિયા લિમિટેડે IPO દ્વારા 2.05 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ શેર 4 નવેમ્બર 2010ના રોજ લિસ્ટ થયો હતો અને તે જ દિવસે 39.8 ટકાના વધારા સાથે રૂ. 342.55 પર બંધ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત 245 રૂપિયા હતી. તેણે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા.

GENA:

ભારતીય જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (GENA) આઈપીઓ એલઆઈસીનો આઈપીઓ લોન્ચ થયો ત્યાં સુધી દેશનો ત્રીજો સૌથી મોટો આઈપીઓ છે. તેણે માર્કેટમાંથી 1.52 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ સ્ટોક 25 ઓક્ટોબર 2017ના રોજ લિસ્ટ થયો હતો અને લિસ્ટિંગના દિવસે જ શેર 52.1% ઘટીને રૂ. 437.15 પર બંધ થયો હતો. તેની ઈશ્યુ કિંમત ₹912 હતી.

SBI Cards:

SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ (SBI Cards) નો સ્ટોક 16 માર્ચ 2020 ના રોજ ભારતીય શેરબજારમાં લિસ્ટ થયો હતો, તે દેશનો ચોથો સૌથી મોટો IPO રહ્યો છે. કંપનીએ બજારમાંથી 1.39 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેના IPOની ઇશ્યૂ પ્રાઇસ ₹755 હતી. પહેલા જ દિવસે ખુલ્યા બાદ, શેર 9.7% ઘટીને 681.4 પર બંધ થયો હતો.

Reliance Power :

ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો પાંચમો સૌથી મોટો IPO રિલાયન્સ પાવર લિમિટેડનો છે. આ IPO દ્વારા કંપનીએ બજારમાંથી 1.36 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેની ઈશ્યુ કિંમત ₹450 હતી. તેનો સ્ટોક 11 ફેબ્રુઆરી, 2008ના રોજ લિસ્ટિંગના દિવસે 48.3% ઘટીને 232.69 પર બંધ થયો હતો.

New India Assurance:

આ IPO ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડનો હતો. આ કંપનીએ IPO દ્વારા માર્કેટમાંથી 1.29 બિલિયન ડોલરની રકમ એકત્ર કરી હતી. તેની ઇશ્યૂ કિંમત ₹800 હતી જ્યારે 13 નવેમ્બર, 2017ના રોજ લિસ્ટિંગના એ જ દિવસે સ્ટોક 54.6 ટકા ઘટીને ₹363.55 પર બંધ થયો હતો.

Zomato :

આ ક્રમે Zomato Limitedનું IPO લિસ્ટિંગ 23 જાન્યુઆરી 2021ના રોજ થયું હતું. તેણે બજારમાંથી 1.26 બિલિયન ડોલર ઊભા કર્યા. રોકાણકારોને શેર દીઠ ₹76ના ભાવે IPO મળ્યો હતો. લિસ્ટિંગના દિવસે જ તે 65.8 ટકા ઉછળીને ₹126 પર બંધ રહ્યો હતો. આ અત્યાર સુધીનો સાતમો સૌથી મોટો IPO છે.

DLF :

DLF લિમિટેડે 1.24 બિલિયન ડોલર એકત્ર કરવા બજારમાં તેનો IPO લોન્ચ કર્યો હતો. તે ₹525 પ્રતિ શેરના ભાવે વેચાયો હતો. 5 જુલાઈ 2007ના રોજ પહેલા જ દિવસે શેર 8.5% વધીને 569.8 પર બંધ થયો હતો. ભારતીય ઈતિહાસનો આ આઠમો સૌથી મોટો આઈપીઓ છે.

HDFC  standard life insurance :

HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્સ્યોરન્સ જે હવે HDFC લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાય છે, તેનું IPO લિસ્ટિંગ 17 નવેમ્બર 2017ના રોજ થયું હતું. આ IPO દ્વારા કંપનીએ માર્કેટમાંથી 1.17 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. કંપનીએ શેર દીઠ ₹290ના દરે IPO ફાળવ્યો હતો. લિસ્ટિંગના દિવસે તેનો શેર રૂ. 344.6 પર બંધ થયો હતો, એટલે કે 18.8 ટકાનો વધારો થયો હતો. આ દેશનો અત્યાર સુધીનો નવમો સૌથી મોટો IPO છે. એલઆઈસીના આઈપીઓ પછી તે દસમાં નંબરે સરકી જશે.

SBI life insurance :

SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ 3 ઓક્ટોબર 2017ના રોજ IPO માર્કેટમાં લિસ્ટ થઈ હતી. તેણે તેના IPO દ્વારા 1.13 બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. તેના IPOની ઇશ્યૂ કિંમત ₹700 હતી. પહેલા જ દિવસે આ શેરે રૂ. 707.55 પર ક્લોઝિંગ આપ્યું હતું. તે આ દિવસે લગભગ 1.1% વળતર આપી રહ્યું હતું. આ દેશનો અત્યાર સુધીનો દસમો સૌથી મોટો IPO છે. એલઆઈસીના આઈપીઓ પછી તે ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ જશે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીની કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 26% ઘટ્યો પણ આવકમાં થયો વધારો

આ પણ વાંચો : બાબા રામદેવની કંપનીના શેર સાથે ગોલમાલ કરનાર 9 કંપનીઓને SEBI એ લાખોનો દંડ ફટકાર્યો

Next Article