Radhakishan Damani નો આ સ્ટોક 1 દિવસમાં 11 ટકા પટકાયો, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

|

Oct 12, 2022 | 6:49 AM

ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડે સ્પ્રિંગવે માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ (SMPL)માંનો તેનો સમગ્ર હિસ્સો JSW સિમેન્ટને કુલ રૂ. 476.87 કરોડમાં વેચવાની જાહેરાત કરી છે. આ સંપાદન JSW સિમેન્ટને 2065 સુધી માન્ય માઈનિંગ લીઝ સહિત આશરે 106 મિલિયન ટનના લાઈમસ્ટોન રિઝર્વ સુધી પહોંચ આપશે.

Radhakishan Damani નો આ સ્ટોક 1 દિવસમાં 11 ટકા પટકાયો, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
Radhakishan Damani

Follow us on

જો કે સ્ટોક માર્કેટના દિગ્ગજ રાધાકિશન દામાણી(Radhakishan Damani)ના પોર્ટફોલિયોમાં ઘણા શેરો છે જે સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ઈન્ડિયા સિમેન્ટ્સ(India Cements) પર દાવ લગાવવાવાળા રોકાણકારોના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. એક ડીલને કારણે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે મંગળવારે ઇન્ડિયા સિમેન્ટનો સ્ટોક 11 ટકાથી વધુ ઘટ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, બ્રોકરેજ આગામી દિવસોમાં વધુ ઘટાડાની ધારણા રાખે છે. ચાલુ સપ્તાહે ઘટાડાનો સામનોકારી રહવાલા ઇન્ડિયા સિમેન્ટનો શેર મંગળવારે 32.30 રૂપિયા અથવા 11.73%ના ઘટાડા સાથે રૂપિયા  242.95 ની સપાટીએ બંધ થયો હતો.

સ્ટોક 50 ટકાથી વધુ તૂટી શકે છે

બ્રોકરેજ નુવામા રિસર્ચ કહે છે કે શેર મોંઘા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 112 રાખવામાં આવી છે જે વર્તમાન કિંમતથી 50 ટકા કે તેથી વધુ છે. મંગળવારે ટ્રેડિંગના અંતે શેરનો ભાવ રૂપિયા 244.25 હતો. જે આગલા દિવસની સરખામણીએ 11.18% નો ઘટાડો દર્શાવે છે.

મોતીલાલ ઓસ્વાલના મતે કંપનીની ભાવિ વૃદ્ધિ યોજના અનિશ્ચિત લાગે છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 180 નક્કી કરવામાં આવી છે અને વેચાણની સલાહ આપવામાં આવી છે. અન્ય બ્રોકરેજ યસ સિક્યોરિટીઝે પણ રૂપિયા 146ના ટાર્ગેટ પ્રાઇસ સાથે શેર પર વેચાણનું રેટિંગ આપ્યું છે જે વર્તમાન કરતાં 47 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જણાવી દઈએ કે રાધાકિશન દામાણી અને તેમના ભાઈ ગોપીકિશન દામાણી 30 જૂન, 2022ના રોજ ઈન્ડિયા સિમેન્ટ્સમાં 64,398,190 ઈક્વિટી શેર અથવા 20.8 ટકા હિસ્સો ધરાવતા હતા. કંપનીમાં તેમનો હિસ્સો હાલમાં રૂ. 1,675.3 કરોડ છે.

ઈન્ડિયા સિમેન્ટની નવી ડીલ

ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડે સ્પ્રિંગવે માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડ (SMPL)માંનો તેનો સમગ્ર હિસ્સો JSW સિમેન્ટને કુલ રૂ. 476.87 કરોડમાં વેચવાની જાહેરાત કરી છે. આ સંપાદન JSW સિમેન્ટને 2065 સુધી માન્ય માઈનિંગ લીઝ સહિત આશરે 106 મિલિયન ટનના લાઈમસ્ટોન રિઝર્વ સુધી પહોંચ આપશે. JSW ગ્રૂપની કંપની મધ્યપ્રદેશમાં એક સંકલિત ગ્રીનફિલ્ડ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.

આ સિવાય ઉત્તર પ્રદેશમાં સ્પ્લિટ ગ્રાઇન્ડીંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર આ બંને એકમોની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 5 મિલિયન ટન હશે. JSW સિમેન્ટ આ નવા સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટે રૂ. 3,200 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

જાણો રાધાકિશન દામાણી વિશે

રાધાકિશન દામાણીએ તેમના ભાઈ ગોપીકિશન દામાણી સાથે મળીને તેમનું ધ્યાન શેરબજાર પર કેન્દ્રિત કર્યું અને 5000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું . તેણે સારી તકોની શોધમાં નાની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આજે તે દિગ્ગ્જ રોકાણકાર અને એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક છે જે રિટેલ ચેઇન DMartનું સંચાલન કરે છે.

 

Next Article