શેરબજારમાં અસ્થિરતા વચ્ચે આ ત્રણ સ્ટોક સારું રિટર્ન અપાવશે, જાણો શું છે બ્રોકરેજ કંપનીઓનું અનુમાન

|

May 23, 2022 | 7:23 AM

ગત સપ્તાહે શેરબજારે(Share Market)રોકાણકારોને ખુશ કર્યા અને સેન્સેક્સમાં લગભગ 3 ટકાનો ઉછાળો નોંધાયો છે. જોકે, બજારનું સેન્ટિમેન્ટ હજુ પણ નબળું છે. મોંઘવારીમાં ઉછાળો, વૃદ્ધિ દરમાં ઘટાડો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો ભયભીત છે.

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે આ ત્રણ સ્ટોક સારું રિટર્ન અપાવશે, જાણો શું છે બ્રોકરેજ કંપનીઓનું અનુમાન
Symbolic Image

Follow us on

ગત સપ્તાહે શેરબજારે(Share Market)રોકાણકારોને ખુશ કર્યા અને સેન્સેક્સમાં લગભગ 3 ટકાનો ઉછાળો નોંધાયો છે. જોકે, બજારનું સેન્ટિમેન્ટ હજુ પણ નબળું છે. મોંઘવારીમાં ઉછાળો, વૃદ્ધિ દરમાં ઘટાડો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો ભયભીત છે. શેરબજારના નિષ્ણાતો આ સમયે સાવચેતીપૂર્વક બજારમાં પ્રવેશવાની સલાહ આપી રહ્યા છે. તેઓ ટ્રેડિંગ કરતા અટકાવી રહ્યા છે અને રોકાણકારોને લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારી આખી જમા મૂડી એકસાથે રોકાણ કરશો નહીં. અલગ-અલગ હિસ્સામાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે GEPL કેપિટલે આ ત્રણ શેરોમાં ખરીદીની સલાહ આપી છે.

ITC ના શેરમાં રોકાણની સલાહ

GEPL કેપિટલે(GEPL Capital) ITC શેરમાં ખરીદીની સલાહ આપી છે. ગત સપ્તાહે શેર રૂ. 280ના સ્તરે બંધ થયો છે. તેણે 52-સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. બ્રોકરેજે ITC માટે રૂ. 323નો લક્ષ્યાંક રાખ્યો છે. 280 પછી આ સ્ટૉક 285ના સ્તરને પાર કરશે. રૂ. 250-255 પર સ્ટોક માટે મજબૂત સપોર્ટ છે. આવી સ્થિતિમાં જો આ સ્ટૉકમાં ઘટાડો જોવા મળે છે તો આ સ્તરે વેચવાલી કરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવશે. ITC સ્ટોકે એક સપ્તાહમાં 9 ટકા અને ત્રણ મહિનામાં 26 ટકા વળતર આપ્યું છે. ICICI ડાયરેક્ટે આ શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂ. 310, શેરખાને રૂ. 320 રાખી છે.

POLYCAB LTD માટે ટાર્ગેટ પ્રાઇસ જાણો

બીજું સૂચન POLYCAB LTD વિશે છે. ગયા અઠવાડિયે આ શેર રૂ. 2556ના સ્તરે બંધ થયો હતો. આ શેરની ટાર્ગેટ પ્રાઇસ 3231 રૂપિયા રાખવામાં આવી છે. ડાઉનસાઇડ પર 2320-2340 પર મજબૂત સપોર્ટ છે. આ કિસ્સામાં તે સ્ટોપલોસ તરીકે કામ કરી શકે છે. કંપનીનો વ્યવસાય કેબલ બનાવવા અને વેચવાનો છે. આ સિવાય કંપની પંખા, LED બલ્બ જેવા ઇલેક્ટ્રિકલ ગેજેટ્સનું પણ ઉત્પાદન કરે છે. Emkay Global Financial એ આ સ્ટોક માટે રૂ. 2840 નો લક્ષ્યાંક રાખ્યો છે. શેરખાને આ માટે રૂ. 3000, ICICI ડાયરેક્ટ રૂ. 2850નો ટાર્ગેટ રાખ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

SUMITOMO CHEMICAL માટે શું છે સલાહ ?

સુમીટોમો કેમિકલ(SUMITOMO CHEMICAL)નો સ્ટોક ગત સપ્તાહે રૂ.442ના સ્તરે બંધ થયો છે. GEPL કેપિટલે આ શેર માટે રૂ. 546નો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે પ્રથમ ટાર્ગેટ પ્રાઇસ 460 છે. આ સ્તરને તોડ્યા પછી તે તેના નવા લક્ષ્ય તરફ આગળ વધશે. રૂ. 405-410 પર મજબૂત સપોર્ટ છે જે સ્ટોપલોસ તરીકે કામ કરશે. શેરખાને આ માટે 500 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ્સે પણ આ સ્ટોક માટે રૂ. 500નો ટાર્ગેટ રાખ્યો છે.

 

નોંધ : અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. શેરમાં રોકાણ એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણથી નફા કે નુકસાનથી અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Published On - 7:22 am, Mon, 23 May 22

Next Article