Godrej નો આ શેર રોકાણકારોને સારો લાભ અપાવશે તેવું બ્રોકરેજ હાઉસનું અનુમાન, 25 ટકા સુધી રિટર્નનો અંદાજ

|

Dec 22, 2021 | 6:45 PM

ડોમેસ્ટિક બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે પણ ગોદરેજ કન્ઝ્યુમરને બાય રેટિંગ(Godrej Consumer Buy Rating) આપતી વખતે આ સ્ટોકને તેની ટોચની પસંદગીમાં મૂક્યો છે.

Godrej નો આ શેર રોકાણકારોને સારો લાભ અપાવશે તેવું બ્રોકરેજ હાઉસનું અનુમાન, 25 ટકા સુધી રિટર્નનો અંદાજ
Action will be seen in these shares in the market today

Follow us on

વિવિધ બ્રોકરેજ હાઉસ હાલનાદિવસોમાં ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer) પર તેજી જોઈ રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં ગોદરેજ કન્ઝ્યુમરનો શેર સારી મૂમેન્ટ આપી શકે છે. જેફરીઝ અને મોતીલાલ ઓસ્વાલ બંને જાણીતા બ્રોકરેજ હાઉસ સારી સ્થિતિ જોઈ રહ્યાં છે.

ગોદરેજ કન્ઝ્યુમરનો સ્ટોક છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટી રહ્યો હતો પરંતુ મંગળવારે તેમાં 5.12 ટકા જયારે બુધવારે 2.39% નો વધારો જોવા મળ્યો છે. આજે આ શેરે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રૂ.959.25 પર ક્લોઝિંગ આપ્યું છે. આ સ્ટોક 15 સપ્ટેમ્બર 2021ના રોજ 1138 રૂપિયાની ઊંચી સપાટી બનાવી હતી. ત્યારથી આ સ્ટોક સતત ઘટી રહ્યો હતો પરંતુ હવે તે વેગ પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

નવા MD ની દૂરંદેશી
જેફરીઝ કહે છે કે કંપનીના સોનેરી દિવસો શરૂ થઈ ગયા છે. કંપનીના નવા મેનેજિંગ ડિરેક્ટર સુધીર સીતાપતિ કંપનીના કોર પોર્ટફોલિયોમાં રોકાણ વધારવા પર ભાર આપી રહ્યા છે. જો કંપની મિડ-ટર્મ વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કરવા માંગતી હોય તો તેણે આમ કરવું જ પડશે. જાપાનીઓનું માનવું છે કે આ સ્ટોક હવે ખરીદી શકાય છે અને તેણે બ્રોકરેજ હાઉસે રૂ 1190નો ટાર્ગેટ આપ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જેફરીઝ કહે છે કે સુધીર સીતાપતિએ ગોદરેજ કન્ઝ્યુમરમાં એમડી તરીકે 2 મહિના કામ કર્યા પછી કંપનીનું સંતુલિત સ્કોર કાર્ડ રાખ્યું છે. આમાં કંપનીની શક્તિ અને નબળાઈઓ બંનેનો હિસાબ આપવામાં આવ્યો છે. કંપનીના સીઈઓએ એમ પણ કહ્યું છે કે વોલ્યુમમાં બે આંકડાની વૃદ્ધિ હાંસલ કરવી એ કંપનીનું મધ્યમ ગાળાનું લક્ષ્ય છે.

ખર્ચમાં વધારો અને સ્પર્ધા મોટા પડકાર
જેફરીઝે એમ પણ કહ્યું છે કે મધ્યમ ગાળામાં કંપનીના EBITDA માર્જિનમાં 150-200 બેસિસ પોઈન્ટ્સનો વધારો જોવા મળી શકે છે. બ્રોકરેજ હાઉસે તેના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે આ સ્ટોક માટે વધતી કિંમત અને વધતી સ્પર્ધા એ એક પડકાર છે.

ડોમેસ્ટિક બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે પણ ગોદરેજ કન્ઝ્યુમરને બાય રેટિંગ(Godrej Consumer Buy Rating) આપતી વખતે આ સ્ટોકને તેની ટોચની પસંદગીમાં મૂક્યો છે. મોતીલાલ ઓસવાલે રૂ. 1150ના ટાર્ગેટ સાથે આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. મોતીલાલ ઓસવાલ કહે છે કે અન્ય કંપનીઓની સરખામણીમાં ગોદરેજ કન્ઝ્યુમરનું વેલ્યુએશન ખૂબ જ આકર્ષક લાગે છે. મેનેજમેન્ટ દ્વારા વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથનું લક્ષ્ય હાંસલ કરવું શક્ય છે. આગળ જતા કંપનીના બિઝનેસમાં સારી વૃદ્ધિની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને આ સ્ટૉકમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.

 

આ પણ વાંચો :  શું હવે કોલસાની ક્વોલિટીના આધાર પર વસૂલવામાં આવશે ગ્રીન સેસ, જાણો શું છે સરકારનો પ્લાન

આ પણ વાંચો : Stock Update : Metro Brands નું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો આજે ક્યાં સ્ટોક્સ રોકણકારોને કરાવી રહ્યા છે લાભ

Next Article