TCS Q4 Results: ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 11,392 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો, રોકાણકારોને ડિવિડન્ડનો લાભ પણ મળશે
TCS Q4 Results : TCSના શેરમાં આજે તેજી જોવા મળી છે. જોકે ટીસીએસના પરિણામો બજાર બંધ થયા પછી આવ્યા હતા. કંપનીનો શેર આજે એક ટકાના ઉછાળા સાથે રૂ.3242 પર બંધ થયો હતો. શેરની એક વર્ષની ઊંચી સપાટી રૂ. 3738 છે. જ્યારે લઘુત્તમ સ્તર 2926 રૂપિયા છે.
TCS Q4 Results:દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services -TCS એ નાણાકીય વર્ષ 2022-23 માટે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ વખતે કંપનીએ જંગી નફો કર્યો છે. આ વખતે કંપનીનો નફો 11,392 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે ટીસીએસનો નફો બજારના અંદાજ પ્રમાણે નબળો રહ્યો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ પણ રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ તેના રોકાણકારો માટે શેર દીઠ રૂ. 24ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ TCS રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પછી દેશની બીજી સૌથી મોટી કંપની છે.
કંપનીના નફામાં વધારો
દેશની સૌથી મોટી સોફ્ટવેર સેવાઓ નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસએ માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે (YoY) 16.9% ની આવકમાં રૂ. 59,162 કરોડની વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 14.76% વધીને રૂ. 11,392 કરોડ થયો છે. IT મેજરનું ઓપરેટિંગ માર્જિન 24.5% અને નેટ માર્જિન 19.3% પર આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર રૂપિયામાં આવક પાછલા વર્ષની સરખામણીમાં 16.9 ટકા વધીને 59 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીમાં નફામાં 14.7 ટકાની વૃદ્ધિ છે.
આ પણ વાંચો: Govt. Scheme : સરકારની આ યોજનાઓમાં સુરક્ષિત રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ છે, ટેક્સમાં છૂટનો પણ લાભ મળશે
આવકમાં વધારો
કંપનીની આવકમાં 1.6 ટકાની મજબૂતાઈ નોંધાઈ છે. ત્રિમાસિક ધોરણે નફામાં 5 ટકાનો વધારો થયો છે. EBIT 1.4 ટકા અને માર્જિન 24.5 ટકા પર રહ્યું. ત્રિમાસિક ધોરણે ડૉલરની આવકમાં 1.7 ટકાની મજબૂતાઈ નોંધાઈ છે. માર્જિન 24.5 ટકા રહ્યું. ડૉલરની આવક $7195 મિલિયન રહી છે. કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આનાથી રોકાણકારો ખૂબ જ ખુશ છે. રોકાણકારોને શેર દીઠ રૂ. 24ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે.
શેર તેજી સાથે બંધ થયો
TCSના શેરમાં આજે તેજી જોવા મળી છે. જોકે ટીસીએસના પરિણામો બજાર બંધ થયા પછી આવ્યા હતા. કંપનીનો શેર આજે એક ટકાના ઉછાળા સાથે રૂ.3242 પર બંધ થયો હતો. શેરની એક વર્ષની ઊંચી સપાટી રૂ. 3738 છે. જ્યારે લઘુત્તમ સ્તર 2926 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં દબાણ જોવા મળ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…