Stock Update : નબળાં વૈશ્વિક સંકેતોથી વિપરીત ભારતીય શેરબજારમાં રિકવરી દેખાઈ,આજે આ સ્ટોક્સ કરાવી રહ્યા છે લાભ

|

Jun 14, 2022 | 11:21 AM

વિદેશી રોકાણકારો (FPIs) સ્થાનિક બજારમાં નવ મહિનાથી વેચવાલી કરી રહ્યા છે. સોમવારે પણ તેણે રૂ. 4,890.71 કરોડના શેર વેચ્યા હતા.

Stock Update : નબળાં વૈશ્વિક સંકેતોથી વિપરીત ભારતીય શેરબજારમાં રિકવરી દેખાઈ,આજે આ સ્ટોક્સ કરાવી રહ્યા છે લાભ
Stock Update

Follow us on

વૈશ્વિક બજારોમાંથી નબળાના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો(Share Market) પણ લાલ નિશાન સાથે ખુલ્યા હતા જોકે 11 વાગ્યાના અરસામાં તે લીલા નિશાન ઉપર જોવા મળ્યો હતો. જે સ્થિતિમાં  વૈશ્વિક બજારોમાંથી ભારે ઘટાડા સાથેના સંકેતો મળ્યા હતા  તે અર્થમાં ભારતીય શેરબજાર તૂટ્યું ન હતું. સપ્તાહના સતત બીજા દિવસે શેરબજારોની શરૂઆત નબળા કારોબાર સાથે થઈ હતી. એકાદ કલાકના કારોબાર બાદ સેન્સેક્સમાં 100 પોઈન્ટ્સનો વધારો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 52,977.89 ના ઉપલા સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.  નિફ્ટી 50 ઈન્ડેક્સ 30.20 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 15744.20 ના સ્તર પર ખુલ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1391 શેરમાં ખરીદી જોવા મળી રહી છે અને 994 શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય 105 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(11.11 AM)

SENSEX 53,042.64
+195.94 (0.37%)
NIFTY 15,842.10
+67.70 (0.43%)

વિદેશી રોકાણકારો વેચવાલી યથાવત રહી

વિદેશી રોકાણકારો (FPIs) સ્થાનિક બજારમાં નવ મહિનાથી વેચવાલી કરી રહ્યા છે. સોમવારે પણ તેણે રૂ. 4,890.71 કરોડના શેર વેચ્યા હતા. જૂનમાં અત્યાર સુધીમાં રૂ. 18,152 કરોડ અને આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 1,94,020 કરોડ. શેર વેચવામાં આવ્યા છે.

આ શેર્સમાં તેજી રહી  (સવારે 11.10 વાગે )

Company Name Prev Close Change % Gain
Adani Ports 695.25 21.3 3.06
Apollo Hospital 3,651.90 87.25 2.39
UltraTechCement 5,356.15 99.3 1.85
Bajaj Finance 5,358.25 83.75 1.56
Power Grid Corp 222.35 3.4 1.53
NTPC 148.9 2.25 1.51
Wipro 446.1 6.3 1.41
Infosys 1,424.50 19.65 1.38
TATA Cons. Prod 735.95 9.75 1.32
Grasim 1,292.55 16.9 1.31

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

નિષ્ણાતોનો અભિપ્રાય

બજારના નિષ્ણાતોના મતે 15675-15635 અને 15550-15625 નિફ્ટી માટે સપોર્ટ ઝોન છે. આની નીચે 15375-15450 પર મજબૂત ખરીદી ઝોન છે. નિફ્ટી માટે અપર ઝોન 15850-15900 છે. આની ઉપર, 15975-16075 મજબૂત વેચાણ ક્ષેત્ર છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો, 33125-33200 અને 32875-33000 સપોર્ટ ઝોન છે. આની નીચે મજબૂત ખરીદી ઝોન 32150-32450 છે. બેંક નિફ્ટી માટે ઉપરનો ઝોન 33775-33900 છે. તેની ઉપર 34000-34350નો મજબૂત સેલિંગ ઝોન છે.

આ શેર્સમાં બમ્પર ઉછાળો નોંધાયો  (સવારે 11.10 વાગે )

Company Prev Close (Rs) % Change
Saianand Commercial 5.85 57.26
Keynote Financial 90.8 19.99
Aryaman Capital Mark 34.6 19.94
Compucom Softwr 23.4 19.87
Starcom Information 93.25 18.28
Knowledge Marine&Eng 259.75 16.17
Glittek Granites 3.87 15.76
Ozone World 7.18 15.46
MT Educare Ltd. 8.61 15.21
Supra Pacific Manage 25.25 14.46
Xelpmoc Design and T 155.45 13.7
Lotus Eye Hospital 49.6 13.51
Black Box 143.7 12.77
NoidaTollBridge 7.17 11.3
NDTV 181.45 11.1
Beardsell Ltd. 16.25 11.08
National Plastic Tec 72.15 10.67
Restile Ceramics 3 10

આ શેર એક વર્ષમાં 3100% વધ્યો

પેની સ્ટોકમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે પરંતુ તે જ જોખમ ટૂંકા ગાળામાં જંગી વળતર આપી શકે છે. આવો જ એક સ્ટોક રજનીશ વેલનેસ લિમિટેડ છે. આ કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને 3100% થી વધુ વળતર આપ્યું છે. એક વર્ષમાં તેનો શેર રૂ. 5.56 થી વધીને રૂ. 203 થયો હતો. હાલમાં તે રૂ.170ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

 

Published On - 11:19 am, Tue, 14 June 22

Next Article