Adani Powerના શેરમાં સતત પાંચ સેશનમાં અપર સર્કિટ લાગી, જાણો આ સ્ટોકમાં તેજી પાછળ ક્યુ પરિબળ કામ કરી રહ્યું છે

|

Apr 28, 2022 | 8:01 AM

શેરબજારના નિષ્ણાતો માને છે કે સમગ્ર ઉર્જા અને પાવર સેક્ટર મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી શકે છે. તેનું કારણ એ છે કે કોલસાના ઓછા સપ્લાયને કારણે થર્મલ પાવર ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. તે જ સમયે ગરમીના કારણે  વીજળીની માંગમાં વધારો થવાની આશંકા છે.

Adani Powerના શેરમાં સતત પાંચ સેશનમાં અપર સર્કિટ લાગી, જાણો આ સ્ટોકમાં તેજી પાછળ ક્યુ પરિબળ કામ કરી રહ્યું છે
Gautam Adani

Follow us on

ગૌતમ અદાણી(Gautam Adani)ની પાવર કંપની અદાણી પાવર(Adani Power) શેરબજારમાં સતત પોતાનો ‘પાવર’ બતાવી રહી છે. ગયા અઠવાડિયે રૂ. 1 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ક્લબમાં પ્રવેશ્યા પછી તે હવે છેલ્લા સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટને નોંધાવી રહ્યું છે. વર્ષ 2022માં મલ્ટિબેગર સ્ટોક્સમાં સમાવિષ્ટ અદાણી ગ્રૂપના આ શેરે આ વર્ષે તેના રોકાણકારોને લગભગ 200 ટકા વળતર આપ્યું છે.નિષ્ણાતો માને છે કે તેની ગતિ વધુ વધશે. BSE પર અપર સર્કિટ +4.99% હિટ કર્યા પછી અદાણી પાવરનો સ્ટોક બુધવારે રૂ. 300 પર પહોંચ્યો હતો. તેમાં રૂ. 14.25નો વધારો નોંધાયો હતો. જોકે, BSE પર તે રૂ. 297 પર ખુલ્યો હતો અને એક તબક્કે રૂ. 273.25ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

શેરબજારના નિષ્ણાતો માને છે કે સમગ્ર ઉર્જા અને પાવર સેક્ટર મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી શકે છે. તેનું કારણ એ છે કે કોલસાના ઓછા સપ્લાયને કારણે થર્મલ પાવર ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. તે જ સમયે ગરમીના કારણે  વીજળીની માંગમાં વધારો થવાની આશંકા છે. આ સંદર્ભમાં કોલસાનો બફર સ્ટોક ધરાવતી અદાણી પાવર જેવી મોટી પાવર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ઊંચા માર્જિનનો લાભ મળવાની અપેક્ષા છે. ચાર્ટ પેટર્નનું વિશ્લેષણ કરતાં અદાણી પાવર સ્ટોકે રૂ.260ના સ્તરે ‘ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ’ આપ્યું છે. આ સ્ટૉકએ તાજેતરમાં ‘હાયર હાયર, હાયર લો ફોર્મેશન’ પણ બનાવ્યું છે જે આ મલ્ટિબેગર સ્ટૉકમાં વધુ ઉછાળો દર્શાવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોલસાનો બફર સ્ટોક નફાના માર્જિનમાં વધારો કરશે

પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે અદાણી પાવરના સ્ટોકમાં થયેલા વધારાના સંબંધમાં જણાવ્યું હતું કે અદાણી પાવર દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે કોલસાના ભાવમાં પુરવઠા વિક્ષેપને કારણે વધારો થયો છે. આ સાથે પાવર અને કોલસા બંનેના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ જ કારણ છે કે બજારને અપેક્ષા છે કે અદાણી પાવર બફર કોલ સ્ટોકના કારણે નફાના માર્જિનમાં વધારો કરશે. ઉપરાંત આ દિવસોમાં ઉનાળો ચરમસીમાએ હોવાથી વીજળીનો વપરાશ પણ વધવાની ધારણા છે.

રૂ.280 ની નીચે સ્ટોપ લોસની સલાહ

ચોઈસ બ્રોકિંગના  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત સલાહ આપે છે કે જેમના પોર્ટફોલિયોમાં અદાણી પાવરનો સ્ટોક છે તેઓ નજીકના ભવિષ્યમાં રૂ. 280 ની નીચે સ્ટોપ લોસ રાખીને તેજીમાં લાભ મેળવી શકે છે. આ શેર માટે રૂ.325 અને રૂ.340નું સ્તર બતાવાઈ શકે છે. તેમણે કહ્યું છે કે ટૂંકા ગાળાના રોકાણકારો આ સ્તરે પણ નફો બુક કરી શકે છે.

 

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમોને આધીન હોય છે. અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી પુરી પાડવાનો છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

આ પણ વાંચો : PPF Claim Status Check: આ 5 સરળ સ્ટેપ દ્વારા ઓનલાઈન PPF ક્લેમ સ્ટેટસ જાણી શકાય, આ રીતે જાણો ખાતામાં પૈસા આવ્યા કે નહીં

 

આ પણ વાંચો : Petrol  Diesel Price Today : સતત 23મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article