Share Market : ભારતીય શેરબજાર માટે કેવા છે વૈશ્વિક બજારના સંકેત? જાણો અમેરિકા સહીત અન્ય દેશના બજારોની સ્થિતિ નિષ્ણાંતોના અભિપ્રાય સાથે

|

Sep 23, 2022 | 8:15 AM

વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં નાણાંનું રોકાણ ઉપાડવા લાગ્યા છે તેઓએ આ સપ્તાહે સતત વેચવાલી કરી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,509.55 કરોડના શેર ઉપાડ્યા હતા.

Share Market : ભારતીય શેરબજાર માટે કેવા છે વૈશ્વિક બજારના સંકેત? જાણો અમેરિકા સહીત અન્ય દેશના બજારોની સ્થિતિ નિષ્ણાંતોના અભિપ્રાય સાથે
symbolic image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market) માટે આજે સતત ત્રીજા દિવસે વૈશ્વિક બજારોના સંકેત નબળાં મળી રહ્યા છે અને અમેરિકા સહીત વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે.છેલ્લા બે સત્રમાં સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. ગુરુવારે સેન્સેક્સ 337 પોઈન્ટના ઘટાડા સાથે 59,120 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીએ 89 પોઈન્ટ નીચે રૂ.17,630ની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો. નિષ્ણાતો અનુસાર આજના કારોબારમાં રોકાણકારો પર પ્રોફિટ બુકીંગનું દબાણ રહેશે કારણ કે વૈશ્વિક બજારમાં બે દિવસના ઘટાડા પછી પણ વેચાણનું વાતાવરણ છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

Index Last High Low Chg. Chg. %
Dow Jones 30,076.68 30,302.28 29,994.53 -107.1 -0.35%
S&P 500 3,757.99 3,790.90 3,749.45 -31.94 -0.84%
Nasdaq 11,066.80 11,203.77 11,024.64 -153.39 -1.37%
S&P 500 VIX 27.35 28.38 26.71 -0.64 -2.29%
Bovespa 114,070.00 114,392.00 111,819.00 2,135 1.91%
DAX 12,531.63 12,781.56 12,526.61 -235.52 -1.84%
FTSE 100 7,159.52 7,243.90 7,149.59 -78.12 -1.08%
Euro Stoxx 50 3,427.14 3,494.38 3,427.06 -64.73 -1.85%
Nikkei 225 27,153.83 27,197.07 26,955.18 -159.3 -0.58%
DJ New Zealand 304.17 308.49 304.15 -5.48 -1.77%
Shanghai 3,089.68 3,124.66 3,084.58 -19.23 -0.62%
Hang Seng 18,026.50 18,148.00 17,994.00 -121.45 -0.67%
Taiwan Weighted 14,205.38 14,277.53 14,197.94 -79.25 -0.55%
KOSPI 2,297.06 2,334.06 2,294.63 -35.25 -1.51%
Karachi 100 40,927.95 40,986.95 40,417.92 -37.63 -0.09%
CSE All-Share 10,001.19 10,047.75 9,913.19 87.97 0.89%

યુએસ માર્કેટમાં મોટો ઘટાડો

ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં મોટો વધારો કર્યો અને વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો ત્યારથી રોકાણકારો યુએસ શેરબજારથી દૂર રહ્યા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 1.37 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

યુરોપના બજાર નુકસાનમાં રહ્યા

અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 1.84 ટકાના મોટા નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.87 ટકા તૂટ્યું હતું. લંડન સ્ટોક એક્સચેન્જ પણ અગાઉના સત્રમાં 1.08 ટકા તૂટ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એશિયન માર્કેટ લાલ નિશાનમાં

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લાલ નિશાનમાં ખુલ્યા છે અને લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.43 ટકા ઘટાડો જોવા મળી રહી છે જ્યારે જાપાનનો નિક્કી 0.58 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં પણ 0.51 ટકા અને તાઈવાનના બજારમાં 0.08 ટકા નુકસાનજોવા મળી રહ્યો છે.  દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ પણ 1.01 ટકાના નુકસાન સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે.

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું

વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં નાણાંનું રોકાણ ઉપાડવા લાગ્યા છે તેઓએ આ સપ્તાહે સતત વેચવાલી કરી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,509.55 કરોડના શેર ઉપાડ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન સંસ્થાકીય રોકાણકારોએ પણ બજારમાં રૂ. 263.07 કરોડનું વેચાણ કર્યું છે.

Published On - 8:15 am, Fri, 23 September 22

Next Article