Share Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

|

Mar 23, 2023 | 9:57 AM

Share Market Today : બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 58000ના મહત્વના સ્તરની નીચે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 17000ના સ્તરે સરકી ગયો છે. આઇટી અને બેન્કિંગ શેરો માર્કેટમાં વેચાણમાં મોખરે છે.

Share Market Today : નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

Follow us on

Share Market Today : ભારતીય શેરબજારો ગુરુવારે નબળા ખુલ્યા છે. બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 58000ના મહત્વના સ્તરની નીચે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી પણ 17000ના સ્તરે સરકી ગયો છે. આઇટી અને બેન્કિંગ શેરો માર્કેટમાં વેચાણમાં મોખરે છે. આજે રિયલ્ટી શેરોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં વેચવાલીનું મુખ્ય કારણ નબળા વૈશ્વિક સંકેત છે. US FEDએ વ્યાજ દરમાં 25 bpsનો વધારો કર્યો છે જેના કારણે વિશ્વભરના શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી શેરોએ શેરબજારમાં વેચવાલીનું દબાણ બનાવ્યું છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ 1 ટકા તૂટ્યો છે. સેન્સેક્સમાં અડધાથી વધુ શેર તૂટ્યા છે. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 19 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

અદાણીના 10 પૈકી 8 શેર માં તેજી

આજના કારોબારમાં અદાણી ગ્રુપના શેર્સમાં સારી સ્થિતિ નજરે પડી રહી છે. ગ્રુપના ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ અને અંબુજા સિમેન્ટ સામાન્ય ઘટાડામાં નજરે પડી રહયા છે તો સામે અન્ય 8 શેર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રીન , અદાણી ટોટલ ગેસ અને અદાણી ટાન્સમિશનમાં પ્રારંભિક 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રીન સતત અપર સર્કિટ લગાવી રહ્યો છે.

અદાણી ગ્રુપના શેરની સ્થિતિ (March 23, 2023  09:43:00 AM)

COMPANY BSE PRICE(Rs)
ACC 1,740.00 (0.04%)
ADANI ENTERPRISES 1,812.15 (-0.11%)
ADANI GREEN ENERGY 982.45  (5.00%)
ADANI PORTS & SEZ 662.45   (0.78%)
ADANI POWER 208.20   (2.13%)
ADANI TOTAL GAS 983.30  (5.00%)
ADANI TRANSMISSION 1,084.25 (5.00%)
ADANI WILMAR 432.80  (3.10%)
AMBUJA CEMENT 373.70 (-0.53%)
NDTV 205.30 (2.47%)

અદાણી પાવર ASM ફ્રેમવર્કમાં સામેલ કરાયો

એક્સચેન્જો પર ઉપલબ્ધ વિવિધ પરિપત્રો મુજબ અદાણી પાવરને 23 માર્ચથી અમલમાં આવતા ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્ક સ્ટેજ-1માં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. જો આપણે ASM ફ્રેમવર્કના પરિમાણો વિશે વાત કરીએ તો તેમાં અપ -ડાઉન , ક્લોઝ ટૂ ક્લોઝ પ્રાઇસ, પ્રાઇસ અર્નિંગ રેશિયો, પ્રાઇસ બેન્ડ્સની સંખ્યા વગેરેનો સમાવેશ થાય છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અદાણી પાવરે આ પેરામીટરને પૂર્ણ કર્યા છે જેના કારણે તેને ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવી રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાલમાં ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાં કોઈ સ્ટોક નથી પરંતુ હવે અદાણી પાવર આજથી આ યાદીમાં જોડાશે. અદાણી પાવર, એન્ટરપ્રાઇઝિસ અને વિલ્મર સાથે, 9 માર્ચે ફ્રેમવર્કમાં જોડાયા હતા અને 17 માર્ચે બહાર નીકળી ગયા હતા.

Published On - 9:46 am, Thu, 23 March 23

Next Article