Share Market : વૈશ્વિક ઘટાડાએ ભારતીય બજારની તેજી ઉપર લગાવી બ્રેક, આ શેર્સ 10 ટકા સુધી ગગડ્યા

|

Sep 01, 2022 | 10:00 AM

મંગળવારે, FIIએ રૂ. 4166 કરોડની રોકડમાં ખરીદી કરી હતી જ્યારે DIIએ રૂ. 657 કરોડની ખરીદી કરી હતી.

Share Market  : વૈશ્વિક ઘટાડાએ ભારતીય બજારની તેજી ઉપર લગાવી બ્રેક, આ શેર્સ 10 ટકા સુધી ગગડ્યા
symbolic image

Follow us on

આજે ગુરુવારે  સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેર બજાર(Share Market)ની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 826 પોઈન્ટ ઘટીને 58,710 પોઈન્ટ પર ખુલ્યો હતો તો બીજી તરફ નિફ્ટી 244 પોઈન્ટ તૂટીને 17507ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઇટી, રિયલ્ટી, એફએમસીજી સહિતના તમામ ક્ષેત્રોમાં નબળાઇ જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો છે. ભારતી એરટેલ ટોપ ગેનર છે. બાદમાં થોડી રિકવરી દેખાઈ પણ કારોબાર લાલ નિશાન નાચે જ રહ્યો હતો. મંગળવારે, FIIએ રૂ. 4166 કરોડની રોકડમાં ખરીદી કરી હતી જ્યારે DIIએ રૂ. 657 કરોડની ખરીદી કરી હતી.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:50 pm )

SENSEX 59,015.07          −522.00 (0.88%)
NIFTY 17,606.15          −153.15 (0.86%)

બંને મુખ્ય ઇન્ડેક્સમાં આજનો પ્રારંભિક કારોબાર

SENSEX NIFTY
Open 58,710.53 Open 17,485.70
High 59,154.83 High 17,649.65
Low 58,638.46 Low 17,485.55
Prev close 59,537.07 Prev close 17,759.30
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 50,921.22 52-wk low 15,183.40

સતત બીજા મહિને LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો(Reduction in LPG cylinder prices) કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડર(LPG cylinders) ની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર(Domestic LPG cylinder) જૂના ભાવે જ ઉપલબ્ધ છે. 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ક્ષેત્રમાં મળશે.

આ શેર્સ 10% સુધી તૂટ્યા

Company Prev Close (Rs) Current Price (Rs) % Change
Ravileela Granites 38.45 34.5 -10.27
Sri Lakshmi Sara 53 47.6 -10.19
S M Gold 50.05 45.05 -9.99
Citadel Realty & Dev 16.75 15.3 -8.66
Raj Packaging In 33.05 30.25 -8.47
Jupiter Infomedia Lt 22.05 20.3 -7.94
Joonktollee Tea 81.95 75.5 -7.87
Utique Enterprises 8.3 7.74 -6.75
USG Tech Solutions 7 6.54 -6.57
Saumya Consultants 89.9 84.1 -6.45

વૈશ્વિક બજારમાં નબળો કારોબાર

યુએસમાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપ્યા બાદ બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. રોકાણકારોને પણ મંદીનું જોખમ દેખાઈ રહ્યું છે જેના કારણે તેઓ બજારમાં નાણાંનું રોકાણ કરતા ખચકાય છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 0.56 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફ્રેન્ચ શેરબજાર 1.37 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું જ્યારે લંડન સ્ટોક એક્સચેન્જને પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.05 ટકાનું નુકસાન થયું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

એશિયન બજારો પણ તૂટ્યા

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે નુકસાન સાથે ખુલ્યા હતા અને લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. આજે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 1.63 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. આ સિવાય હોંગકોંગમાં 1.29 ટકા અને તાઈવાનમાં 1.74 ટકાનો મોટો ઘટાડો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 1.53 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.18 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

Published On - 10:00 am, Thu, 1 September 22

Next Article