Share Market : રક્ષાબંધનના પર્વે કારોબારની મજબૂત શરૂઆત, Sensex 500 અંક ઉછળ્યો તો NIfty 17700 ને પાર પહોંચ્યો

|

Aug 11, 2022 | 9:43 AM

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે અને તેઓ લગભગ દરેક સત્રમાં ખરીદી કરી રહ્યા છે.

Share Market : રક્ષાબંધનના પર્વે કારોબારની મજબૂત શરૂઆત, Sensex 500 અંક ઉછળ્યો તો NIfty 17700 ને પાર પહોંચ્યો
Beginning with the stock market boom

Follow us on

વૈશ્વિક બજારના સારા સંકેતો સાથે ભારતીય શેરબજારે(Share Market)આજે  ગુરુવારે મજબૂત શરૂઆત કરી છે. સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.જ્યારે નિફ્ટીએ 170 પોઈન્ટની મજબૂતાઈ સાથે 17700ની સપાટી પાર કરી હતી. ફુગાવામાં રાહતના કારણે અમેરિકી બજારો અદભૂત ઉછાળા સાથે અઢી મહિનાની ટોચે પહોંચ્યા હતા. ડાઉ જોન્સ 535 પોઈન્ટ વધીને જ્યારે નાસ્ડેક 325 પોઈન્ટ વધીને દિવસની ટોચે બંધ રહ્યો હતો. SGX નિફ્ટી 200 પોઈન્ટ ઉછળીને 17750 ની નજીક છે. ડાઉ ફ્યુચરમાં 100 પોઈન્ટનો ઉછાળો છે. ક્રૂડ ઓઈલ વધીને 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું. FII એ ગઈ કાલે રૂ. 1062 કરોડની રોકડ ખરીદી કરી હતી જ્યારે DII એ રૂ. 768 કરોડનું વેચાણ કર્યું હતું.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.35 am )

SENSEX 59,369.20
+551.91 (0.94%)
NIFTY 17,675.65
+140.90 (0.80%)

એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોરનું સ્ટોક એક્સચેન્જ આજે 1.15 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે જ્યારે તાઇવાનનું માર્કેટ 1.61 ટકાના ઉછાળા સાથે છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 1.43 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે અને તેઓ લગભગ દરેક સત્રમાં ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 1,061.88 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 768.45 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજે સવારે આ શેર્સમાં અપર સર્કિટ નોંધાઈ હતી

Company Name

Bid Qty

Last Price

Diff

% Chg

Sumeet Ind 23,938 6.6 0.6 10
Simplex Infra 146,383 75.15 6.8 9.95
BLB 13,289 22.95 2.05 9.81
Gayatri Highway 1,010,789 0.8 0.05 6.67
Madhav Copper 133,667 32.55 1.55 5

બુધવારે ઘટાડા સાથે બંધ થયું બજાર

સ્થાનિક શેરબજારમાં બુધવારે દબાણ જોવા મળ્યું હતું.  કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો જ્યારે નિફ્ટી થોડો વધીને 17500 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો. કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર ઇન્ડેક્સ લગભગ 1 ટકા નબળો પડ્યો. બેંક, નાણાકીય અને ઓટો સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. મેટલ શેરોમાં ખરીદી હતી અને ઈન્ડેક્સ 1.5 ટકાથી વધુ વધ્યો હતો. સેન્સેક્સમાં 36 પોઈન્ટની નબળાઈ જોવા મળી અને તે 58,817.29 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 10 પોઈન્ટના વધારા સાથે 17535 ના સ્તર પર બંધ થયો હતો.સેન્સેક્સ 30ના 17 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

 

Published On - 9:37 am, Thu, 11 August 22

Next Article