Share Market : અમેરિકાના વ્યાજદર વધારવાના નિર્ણયની વૈશ્વિક બજારો ઉપર નકારાત્મક અસર,સતત બીજા દિવસે કારોબારમાં ઘટાડાના સંકેત

|

Sep 22, 2022 | 7:49 AM

બુધવારે સેન્સેક્સ 263 પોઈન્ટ ઘટીને 59,457 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીએ  98 પોઈન્ટ ઘટીને 17,718 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. વૈશ્વિક બજારમાં હજુ પણ ઘટાડાનું વાતાવરણ છે જેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે.

Share Market : અમેરિકાના વ્યાજદર વધારવાના નિર્ણયની વૈશ્વિક બજારો ઉપર નકારાત્મક અસર,સતત બીજા દિવસે કારોબારમાં ઘટાડાના સંકેત
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર`(Share Market) આજે સતત બીજા કારોબારી સત્ર માટે  દબાણ હેઠળ જોવા મળી શકે છે. યુએસ ફેડ રિઝર્વે ફરી એકવાર વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે જેની અસરના કારણે વિશ્વભરના શેરબજાર ઉપર પડી શકે છે. બુધવારે સેન્સેક્સ 263 પોઈન્ટ ઘટીને 59,457 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટીએ  98 પોઈન્ટ ઘટીને 17,718 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. વૈશ્વિક બજારમાં હજુ પણ ઘટાડાનું વાતાવરણ છે જેની અસર સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આજે બીજા સેશનમાં પણ બજાર નીચે જશે અને સેન્સેક્સ 59 હજારથી નીચે બંધ થઈ શકે છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

Index Chg. %
Dow Jones -1.70%
S&P 500 -1.71%
Nasdaq -1.79%
S&P 500 VIX 3.06%
DAX 0.76%
FTSE 100 0.63%
Euro Stoxx 50 0.71%
Nikkei 225 -1.11%
DJ New Zealand 0.20%
Shanghai -0.10%
Hang Seng -2.16%
Taiwan Weighted -1.51%
KOSPI -1.48%
PSEi Composite -1.71%
Karachi 100 -0.62%
VN 30 0.00%
CSE All-Share 0.12%

યુએસ સ્ટોક માર્કેટ ક્રેશ

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં જ યુએસ શેરબજારમાં જબરદસ્ત વેચાણ થયું હતું. અમેરિકાના ત્રણેય શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ડાઉ જોન્સ 1.7% ઘટીને બંધ થયો હતો જ્યારે S&P 500 1.71% ના નુકસાનમાં હતો. Nasdaq Composite માં પણ 1.79% નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

યુરોપમાં તેજી દેખાઈ

યુએસથી વિપરીત યુરોપિયન બજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વધારો જોવા મળ્યો હતો અને ત્યાંના તમામ મુખ્ય શેરબજારો લાભ સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.76 ટકાના વધારા સાથે બંધ થયું હતું,  ફ્રેન્ચ શેરબજારમાં 0.87 ટકાનો ઉછાળો નોંધાયો હતો. લંડન સ્ટોક એક્સચેન્જ પણ છેલ્લા સત્રમાં 0.63 ટકા વધ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એશિયન માર્કેટનો લાલ નિશાનમાં કારોબાર

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.76 ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 1.19 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઇવાનનું શેરબજાર 1.51 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી 1.26 ટકાનો ઘટાડો સૂચવે છે.

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું

વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય મૂડીબજારમાંથી નાણાં ખેંચ્યા છે  જે ઘટાડાનું મુખ્ય કારણ બન્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 461.04 કરોડના શેર વેચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 538.53 કરોડના શેર ખરીદ્યા હતા.

Published On - 7:49 am, Thu, 22 September 22

Next Article