Share Market : મુકેશ અંબાણીને એક સપ્તાહમાં 26317 કરોડનો નફો થયો, જાણો Sensex ની Top-10 કંપનીઓની શું સ્થિતિ છે?
શુક્રવારે 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,181.34 પોઈન્ટ્સ અથવા 1.95 ટકા વધીને 61,795.04 પર બંધ થયો હતો અને 18 ઓક્ટોબર, 2021ની ટોચની સપાટી 61,765.59 પોઈન્ટને વટાવી ગયો હતો. શુક્રવારે દિવસનું ઉપલું સ્તર 61,840.97 નોંધાયું હતું જે ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી પણ છે.
ગત સપ્તાહમાં શેરબજારમાં ટોચની 10 કંપનીઓમાંથી 9ની માર્કેટ મૂડીમાં રૂપિયા 2.12 લાખ કરોડનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન HDFC બેંક અને TCSની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. તે જ સમયે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) રૂપિયા 26,317.30 કરોડ વધીને રૂપિયા 17,80,206.22 કરોડ થઈ છે. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 844.68 પોઈન્ટ એટલે કે 1.38 ટકા ચઢ્યો છે. શુક્રવારે 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,181.34 પોઈન્ટ્સ અથવા 1.95 ટકા વધીને 61,795.04 પર બંધ થયો હતો અને 18 ઓક્ટોબર, 2021ની ટોચની સપાટી 61,765.59 પોઈન્ટને વટાવી ગયો હતો. શુક્રવારે દિવસનું ઉપલું સ્તર 61,840.97 નોંધાયું હતું જે ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી પણ છે.
Sensex Top -10 Companies
Security Name | Last Closing | Market Capitalization ( Cr.) |
RELIANCE INDUSTRIES LTD. | 2631.35 | 1780206.22 |
TATA CONSULTANCY SERVICES LTD. | 3316.1 | 1213378.03 |
HDFC Bank Ltd | 1610.95 | 897980.25 |
INFOSYS LTD. | 1570.05 | 660650.1 |
ICICI BANK LTD. | 906.85 | 632192.05 |
HINDUSTAN UNILEVER LTD. | 2503.5 | 588220.17 |
STATE BANK OF INDIA | 601.1 | 536458.41 |
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. | 2651.25 | 481818.83 |
BHARTI AIRTEL LTD. | 826.45 | 459773.28 |
ADANI ENTERPRISES LTD. | 4008.7 | 456992.25 |
માત્ર આ કંપની નુકસાનમાં રહી
માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં આ સપ્તાહમાં ટોચની દસ કંપનીઓમાં ફક્ત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ની મૂડીમાં ઘટાડો થયો છે. બાકીની નવ કંપનીઓએ ગયા સપ્તાહે તેમના બજાર મૂલ્યાંકનમાં કુલ રૂપિયા 2,12,478.82 કરોડનો વધારો કર્યો હતો.
આ સમયગાળા દરમિયાન HDFC બેન્કની માર્કેટ મૂડી રૂ. 63,462.58 કરોડ વધીને રૂ. 8,97,980.25 કરોડ થઈ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું મૂલ્યાંકન પણ રૂ. 36,517.34 કરોડ વધીને રૂ. 12,13,378.03 કરોડ થયું છે. HDFCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 29,422.52 કરોડ વધીને રૂ. 4,81,818.83 કરોડ થયું છે.
કોને કેટલો ફાયદો?
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ રૂ. 23,626.96 કરોડ વધીને રૂ. 6,60,650.10 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 20,103.92 કરોડ વધીને રૂ. 4,56,992.25 કરોડ થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું મૂલ્યાંકન રૂ. 6,559.59 કરોડ વધીને રૂ. 5,36,458.41 કરોડ અને ભારતી એરટેલનું મૂલ્ય રૂ. 5,591.05 કરોડ વધીને રૂ. 4,59,773.28 કરોડ થયું છે.
ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 877.56 કરોડ વધીને રૂ. 6,32,192.05 કરોડ થયું છે. જોકે, આ સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 3,912.07 કરોડ ઘટીને રૂ. 5,88,220.17 કરોડ થયું છે. માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની ટોચની કંપનીઓમાં પ્રથમ સ્થાને છે. તે પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC, ભારતી એરટેલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસનો નંબર આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી પર તેમનું સકારાત્મક વલણ ચાલુ રાખ્યું છે. વિદેશી રોકાણકારો (FPIs) એ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં આશરે રૂ. 19,000 કરોડનું રોકાણ કર્યું છે. તેની પાછળ અમેરિકામાં મોંઘવારી દરમાં નરમાઈ અને ડૉલરની મજબૂતાઈમાં ઘટાડો કરવાનો હાથ છે. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે નવેમ્બર વિદેશી રોકાણકારો માટે સાનુકૂળ બનતા પહેલા સતત બે મહિનાના ઉપાડનો સાક્ષી રહ્યો હતો.