Share Market : વીકલી એક્સપાયરીના સત્રમાં આ બે શેરના રોકાણકારોએ ચિંતાતુર બન્યા, જાણો કારણ

|

Sep 23, 2022 | 8:26 AM

BSE ઇન્ડેક્સ પર ઇન્ફોસિસના શેરની કિંમત રૂપિયા 1360 ના સ્તરે પહોંચી ગઈ હતી. આ 52 સપ્તાહનું નીચલું સ્તર છે. ગુરુવારે શેરનું બંધ સ્તર રૂપિયા 1,368 હતું. આ પરિપ્રેક્ષ્યમાં ઇન્ફોસિસના શેરની કિંમત 52-સપ્તાહના નીચલા સ્તરે આવી ગઈ છે.

Share Market : વીકલી એક્સપાયરીના સત્રમાં આ બે શેરના રોકાણકારોએ ચિંતાતુર બન્યા, જાણો કારણ
Symbolic Image

Follow us on

દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસ(Infosys)ના શેર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરના ઘટાડાને જોતા શેર માટે એવું લાગી રહ્યું હતું કે તે 52 સપ્તાહના નવા નીચલા સ્તરે આવશે અને તે અનુમાન સાચા પડયા છે. BSE ઇન્ડેક્સ પર ઇન્ફોસિસના શેરની કિંમત રૂપિયા 1360 ના સ્તરે પહોંચી ગઈ હતી. આ 52 સપ્તાહનું નીચલું સ્તર છે. ગુરુવારે શેરનું બંધ સ્તર રૂપિયા 1,368 હતું. આ પરિપ્રેક્ષ્યમાં ઇન્ફોસિસના શેરની કિંમત 52-સપ્તાહના નીચલા સ્તરે આવી ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે આ ઘટાડો શા માટે થઈ રહ્યો છે અને શું રોકાણકારો માટે રોકાણનો આ યોગ્ય સમય છે?

નિષ્ણાતોનું અનુમાન

Tips2Tradesના કો-ફાઉન્ડર પવિત્રા શેટ્ટીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઈન્ફોસિસનો સ્ટોક વધી શકે છે. તે આગામી દિવસોમાં રૂ. 1,630 થી રૂ. 1,700 સુધી જઈ શકે છે. વેન્ચુરા સિક્યોરિટીઝના રિસર્ચ હેડ વિનીત બોલિંજકર કહે છે કે કંપની સારું પ્રદર્શન કરવામાં સક્ષમ હશે. આ કારણે શેરની કિંમત રૂ. 1,627 સુધી જઈ શકે છે.સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીના કહે છે કે નજીકના ગાળામાં તે રૂ. 1,700ના સ્તર તરફ જવાની અપેક્ષા રાખી શકાય છે. જીસીએલના સીઈઓ રવિ સિંઘલે જણાવ્યું હતું કે આગામી 3 થી 6 મહિનામાં સ્ટોક 1,600 રૂપિયા સુધી જઈ શકે છે.

Infosys Ltd Stock Perfomance
Last Closing 1,367.80 −8.75 (0.64%)
Open 1,376.00
High 1,383.75
Low 1,360.05
Mkt cap 5.74LCr
P/E ratio 25.82
Div yield 2.27%
52-wk high 1,953.70
52-wk low 1,360.05

કેટલાક સમયથી ઈન્ફોસિસના શેરમાં ઘટાડાનું કારણ આઈટી સેક્ટરમાં નેગેટિવ ન્યૂઝનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. તાજેતરમાં goldman sachs ના અહેવાલમાં આ કંપનીના શેરને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું. એક વર્ષમાં સ્ટોક 17.16 ટકા ઘટ્યો છે અને 2022માં 25.86 ટકા ઘટ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Fortis Healthcare નો શેર 1 દિવસમાં 15 ટકા તૂટ્યો

શેરબજારમાં વીકલી એક્સપાયરીનાં દિવસે ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare share) નો શેર 19 ટકા સુધી તૂટ્યો હતો. NSE અને BSE પર, શેર રૂ. 250.35 અને રૂ. 255.75ના સ્તરે ગગડ્યો હતો. સ્ટોકમાં આ મોટો ઘટાડો સુપ્રીમ કોર્ટના આદેશ પછી આવ્યો છે જેમાં કોર્ટે જાપાની દવા નિર્માતા ડાઈચી સાન્ક્યોના ફોર્ટિસ-આઈએચએચ ડીલ પર ચુકાદો આપ્યો હતો. IHHની ઓપન ઑફર પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે ડાઇચીની અરજીનો નિકાલ કર્યો છે અને વ્યવહારનું ફોરેન્સિક ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં, ટોચની કોર્ટે ફોર્ટિસ હેલ્થકેર સિંઘ બ્રધર્સના પ્રમોટર્સને 6 મહિનાની જેલની સજા પણ સંભળાવી હતી, સાથે જ ફોર્ટિસ-આઈએચએચ ડીલનો મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાં મોકલ્યો હતો. ફોર્ટિસની ઓપન ઓફર પર હવે દિલ્હી હાઈકોર્ટ નિર્ણય કરશે.

Fortis Healthcare Stock Perfomance
Last Closing 264.80  −46.55 (14.95%)
Open 318
High 323.7
Low 250.35
Mkt cap 20.02TCr
P/E ratio 48.22
52-wk high 325
52-wk low 219.75

Published On - 8:23 am, Fri, 23 September 22

Next Article