AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારનો સાપ્તાહિક કારોબાર કેવો રહેશે? આ પરિબળો બજારની ચાલ નક્કી કરશે

વિદેશી ભંડોળની ગતિવિધિઓ, વાહનોના વેચાણના માસિક આંકડા અને વૈશ્વિક વલણ પણ બજારનો ટ્રેન્ડ નક્કી કરશે. નિષ્ણાંતો અનુસાર ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી સતત રોકાણ આવી રહ્યું છે. શુક્રવારે તેણે 3,304 કરોડ રૂપિયાની વિક્રમી ખરીદી કરી હતી

Share Market : શેરબજારનો સાપ્તાહિક કારોબાર કેવો રહેશે? આ પરિબળો બજારની ચાલ નક્કી કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:40 AM
Share

યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયો, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને સ્થાનિક મોરચે મેક્રો ઇકોનોમિક ડેટા આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. વિશ્લેષકોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ સિવાય વિદેશી ભંડોળની ગતિવિધિઓ, વાહનોના વેચાણના માસિક આંકડા અને વૈશ્વિક વલણ પણ બજારનો ટ્રેન્ડ નક્કી કરશે. નિષ્ણાંતો અનુસાર ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી સતત રોકાણ આવી રહ્યું છે. શુક્રવારે તેણે 3,304 કરોડ રૂપિયાની વિક્રમી ખરીદી કરી હતી જે ભારતીય બજારમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.આજે સોમવારે ‘મહારાષ્ટ્ર દિવસ’ નિમિત્તે શેરબજારમાં રજા રહેશે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,457.38 અથવા 2.44% વધ્યો હતો.

ફેડ રેટ પર નજર રહેશે

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ ટેકનિકલ વિશ્લેષક પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર હજુ પણ દરમાં વધારો અને મંદી વચ્ચે ફાટી ગયું છે. તમામની નજર ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) મીટિંગના પરિણામ પર છે જે 3 મેના રોજ જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) વ્યાજ દર અંગેનો નિર્ણય 4 મેના રોજ જાહેર કરશે. નજીકના ભવિષ્યમાં મેક્રો ઇકોનોમિક ડેટાના કારણે બજારનું વલણ નબળું રહી શકે છે.

કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો પર આધાર

પ્રવેશ ગૌર અનુસાર  આ સપ્તાહે કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો, વાહનોના વેચાણના આંકડા સ્થાનિક બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન, નિફ્ટી 50 કંપનીઓ – ટાટા સ્ટીલ, ટાઇટન, હીરો મોટોકોર્પ અને HDFC લિમિટેડના ત્રિમાસિક પરિણામો આવશે. આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ્સ, ટાટા સ્ટીલ, યુકો બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, ભારત ફોર્જ અને ફેડરલ બેંકના નાણાકીય પરિણામો પણ સપ્તાહ દરમિયાન આવવાના છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ડેટા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરશે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો PMI ડેટા બજારની દિશા નક્કી કરશે.

માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે

કોટક સિક્યોરિટીઝ લિ. અમોલ આઠવલે, ટેકનિકલ એનાલિસ્ટ (DVP) એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સત્રોમાં અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે FIIની ખરીદીમાં તેજી રહી છે. આ કારણે પ્રોફિટ બુકિંગ આગળ વધતું જોવા મળી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">