Share Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, મહારાષ્ટ્ર દિવસના કારણે બંને મુખ્ય એક્સચેન્જ બંધ રહેશે

Share Market Holiday : BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો મહારાષ્ટ્ર દિવસના કારણે બંધ રહેશે. માર્કેટમાં આગામી કારોબાર 2 મેના રોજ થશે.શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.

Share Market Holiday : આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, મહારાષ્ટ્ર દિવસના કારણે બંને મુખ્ય એક્સચેન્જ બંધ રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:53 AM

Share Market Holiday : જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આજે સોમવારે શેરબજાર બંધ રહેશે. આજે મે મહિનાની શરૂઆત 1 મે, 2023ના રોજ એક્સચેન્જો પર કોઈ કામ થશે નહીં. BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો મહારાષ્ટ્ર દિવસના કારણે બંધ રહેશે. માર્કેટમાં આગામી કારોબાર 2 મેના રોજ થશે.આ  અગાઉ શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો.

વર્ષ 2023 માં શેરબજાર આ દિવસે બંધ રહેશે

Holidays Date Day
Republic Day January 26,2023 Thursday
Holi March 07,2023 Tuesday
Ram Navami March 30,2023 Thursday
Mahavir Jayanti April 04,2023 Tuesday
Good Friday April 07,2023 Friday
Dr.Baba Saheb Ambedkar Jayanti April 14,2023 Friday
Maharashtra Day May 01,2023 Monday
Bakri Id June 28,2023 Wednesday
Independence Day August 15,2023 Tuesday
Ganesh Chaturthi September 19,2023 Tuesday
Mahatma Gandhi Jayanti October 02,2023 Monday
Dussehra October 24,2023 Tuesday
Diwali Balipratipada November 14,2023 Tuesday
Gurunanak Jayanti November 27,2023 Monday
Christmas December 25,2023 Monday

BSE અનુસાર ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટની સાથે કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ સેગમેન્ટ પણ બંધ રહેશે. 1 મે, 1960 ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન દ્વારા ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પણ સવારના સત્રમાં એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે. જો કે, ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 PM થી 11:30 PM / 11:55 PM સુધી ખુલ્લું રહેશે.

BSE વેબસાઈટ https://www.bseindia.com/ એ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટ માટે 15 રજાઓ સૂચિબદ્ધ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શેરબજારમાં શુક્રવારે સતત સાતમા દિવસે તેજી જોવા મળી હતી

શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો. આજે સતત 7માં દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી સપ્તાહમાં બે અને ક્વાર્ટર ટકા વધ્યો હતો. આ દરમિયાન નિફ્ટીમાં સમાવિષ્ટ ટાટા કન્ઝ્યુમરના શેરે 9% નું સકારાત્મક વળતર આપ્યું છે. જ્યારે એફએમસીજી સેક્ટરના દિગ્ગજ શેરો એચયુએલનો સ્ટોક 1.8% ઘટીને બંધ રહ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">