Share Market : 6 દિવસની તેજી ઉપર લાગી બ્રેક, જાણો આજે કેવો છે શેરબબજારનો મિજાજ

|

Jul 25, 2022 | 10:12 AM

સેન્સેક્સની ટોપ-30 કંપનીઓમાં 18માં વધારા સાથે અને 12માં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલના શેરમાં તેજી જોવા મળી રહી છે.

Share Market : 6 દિવસની તેજી ઉપર લાગી બ્રેક, જાણો આજે કેવો છે શેરબબજારનો મિજાજ
The stock market trading below the red mark

Follow us on

શેરબજાર(Share Market)માં છ ટ્રેડિંગ સેશનના વધારા પર બ્રેક લાગી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 198 પોઈન્ટ ઘટીને 55874ના સ્તરે અને નિફ્ટી 57 પોઈન્ટના ઘટાડા સાથે 16662ના સ્તરે ખુલ્યો હતો. જો કે નિફ્ટી બેન્ક 28 પોઈન્ટના મામૂલી વધારા સાથે 36766 ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં મોટો  ઘટાડો જોવા મળ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયામાં વધારો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 79.85 પર છે. સેન્સેક્સની ટોપ-30 કંપનીઓમાં 18માં વધારા સાથે અને 12માં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલના શેરમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બેન્કિંગ ઇન્ડેક્સ મજબૂતી બતાવી રહ્યો છે. આજે એક્સિસ બેંક, કેનેરા બેંક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, સેન્ટ્રલ બેંક જેવી કંપનીઓના પરિણામ આવવાના છે.

શેરબજારની  સ્થિતિ(10:07 AM)

SENSEX 55,621.93
−450.30 (0.80%)
NIFTY 16,594.90
−124.55 (0.74%)

ઈન્ફોસિસનું પરિણામ જાહેર થયું

દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે રવિવારે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો એકીકૃત ચોખ્ખો નફો 3.2 ટકા વધીને રૂ. 5,360 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 5195 કરોડ હતો. કંપનીની આવક 23.6 ટકા વધીને રૂ. 34470 કરોડ થઈ છે. એપ્રિલ-જૂન 2021 ક્વાર્ટરમાં તે રૂ. 27869 કરોડ હતો.

ICICI બેંક માં તેજીના સંકેત

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રની ICICI બેન્કનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 55.04 ટકા વધીને રૂ. 7384.53 કરોડ અને આવક વધીને રૂ. 28336 કરોડ થઈ છે. બ્રોકરેજે આ સ્ટૉકમાં ખરીદીની સલાહ આપી છે. જેફરીઝે આ સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે અને લક્ષ્ય ભાવ રૂ.1080 રાખ્યો છે. CLSAએ રૂ.1040નો લક્ષ્યાંક રાખ્યો છે. MSએ 1040નો લક્ષ્યાંક રાખ્યો છે. CSએ રૂ. 950નો ટાર્ગેટ રાખ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફેડ દ્વારા જારી કરાયેલા નિવેદન પર નજર

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજય કુમારે જણાવ્યું હતું કે ગત સપ્તાહે ઘણી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવ્યા હતા, જેની અસર આ સપ્તાહમાં જોવા મળી રહી છે. રિલાયન્સે રિટેલ અને ટેલિકોમમાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ ઓઈલ બિઝનેસ માર્કેટમાં સારો દેખાવ કરી શક્યો ન હતો. 27 જુલાઈના રોજ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે. 75 બેસિસ પોઈન્ટનો વધારો બજાર પર મોટી અસર નહીં કરે. જોકે, ટૂંકા ગાળામાં ફુગાવા અને વૃદ્ધિ અંગે જારી કરાયેલા નિવેદનથી બજારના સેન્ટિમેન્ટને અસર થશે. એફઆઈઆઈએ બજારમાં ખરીદી શરૂ કરી છે. આ સારા સમાચાર છે.

Published On - 10:12 am, Mon, 25 July 22

Next Article