Share Market : શેરબજારની સતત 4 દિવસની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 57744 સુધી લપસ્યો

|

Aug 02, 2022 | 10:41 AM

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયુંહતું . આ સાથે  સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજી નોંધાઈ  હતી. સેન્સેક્સ 545 પોઈન્ટ વધીને 58115ના સ્તરે અને નિફ્ટી 181 પોઈન્ટના વધારા સાથે 17340ના સ્તરે બંધ થયા છે.

Share Market  : શેરબજારની સતત 4 દિવસની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 57744 સુધી લપસ્યો
The stock market trading below the red mark

Follow us on

વૈશ્વિક બજારના સંકેતોને કારણે શેરબજાર(Share Market)માં આજે મંગળવારે સતત ચાર દિવસ સુધી તેજી પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત નબળી રહી હતી. મેટલ, આઈટી, ઓટો, બેન્કિંગ શેરોમાં ઘટાડાથી બજાર પર દબાણ આવ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો થયો હતો. સોનું અને ચાંદી એક મહિનાની ઊંચી સપાટીએ છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે.  FII એ ગઈકાલે રૂ. 2321 કરોડની રોકડ ખરીદી કરી હતી અને DII એ પણ ગઈ કાલે રૂ. 822 કરોડની રોકડ રોકાણ કર્યું હતું . BSE પર આજે 2609 શેરમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. આમાં 1508 શેર લીલા નિશાન ઉપર છે જ્યારે 995 શેરમાં નબળાઈ છે.

ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.  યુપીએલ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી નિફ્ટીમાં ઘટાડા  સાથે ટ્રેડ થઇ રહ્યા છે  જ્યારે આઈટીસી, એચયુએલ, બીપીસીએલ, એશિયન પેઈન્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પ ટોપ ગેનર હતા. આજે રિલાયન્સ, ઝોમેટો, એરટેલ, આઈટીસી, વોડાફોન આઈડિયા, અદાણી ગ્રીન અને લેમન ટ્રી સહિતના ઘણા શેરો પર ફોકસ રહેશે.  બીજી તરફ આજે અદાણી ગ્રીન, બેંક ઓફ ઈન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડસ ટાવર, જેએમ ફાઈનાન્શિયલ, જુબિલન્ટ ફાર્મા, લેમન ટ્રી અને વોલ્ટાસ સહિતની ઘણી કંપનીઓના પરિણામો બહાર આવશે.

વૈશ્વિક બજારની સ્થિતિ

યુએસ માર્કેટની વાત કરીએ તો 1 ઓગસ્ટના રોજ Nasdaq 0.18% અથવા 21.71 પોઈન્ટ ઘટીને 12,368.98 પર બંધ થયો હતો. યુરોપિયન બજારોમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. લંડન સ્ટોક એક્સચેન્જનો FTCE 0.13%, ફ્રાંસનો CAC 0.18% અને જર્મનીનો DAX 0.03% ડાઉન હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોટાભાગના એશિયન બજારો આજે ડાઉન ટ્રેન્ડમાં છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.68%, શાંઘાઈ કમ્પોઝિટ 1.88%, તાઈવાન વેઈટેડ 2.09%, જાપાનનો નિક્કી 225 1.47%, સિંગાપોરનો સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.20% અને હોંગકોંગનો હેંગસેંગ 2.23% જ્યારે કોમ્પોટિયા 2.23% ઉપર છે.

સોમવારે કારોબારમાં તેજી રહી

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયુંહતું . આ સાથે  સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજી નોંધાઈ  હતી. સેન્સેક્સ 545 પોઈન્ટ વધીને 58115ના સ્તરે અને નિફ્ટી 181 પોઈન્ટના વધારા સાથે 17340ના સ્તરે બંધ થયા છે. સેન્સેક્સના ટોપ-30માં 24 શેર ઉછળ્યા હતા અને 6 શેર ઘટીને બંધ થયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ અને મારુતિના શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ડસઇન્ડ બેંકના શેરો તૂટ્યા હતા. આજની તેજીમાં ઓટો, મીડિયા, ઓઈલ અને ગેસનો સૌથી વધુ ફાળો રહ્યો હતો.

 

Published On - 10:41 am, Tue, 2 August 22

Next Article