Radiant Cash Management IPO : આજે લિસ્ટિંગ થશે કંપનીનો શેર, જાણો કેટલું છે GMP

|

Jan 04, 2023 | 9:25 AM

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના લિસ્ટિંગ પર ટિપ્પણી કરતાં પ્રોફિટ માર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, “રેડિયન્ટ કેશ મેનેજમેન્ટનું વેલ્યુએશન ઘણું ઊંચું હતું અને 80 ટકા ઇશ્યૂ ઓફર ફોર સેલ હેઠળ અનામત રાખવામાં આવ્યો હતો.

Radiant Cash Management IPO : આજે લિસ્ટિંગ થશે કંપનીનો શેર, જાણો કેટલું છે GMP
Radiant Cash Management IPO Listing Today

Follow us on

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના IPO પર દાવ લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની આજે એટલે કે 4 જાન્યુઆરી 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. કંપનીનો IPO 23 થી 27 ડિસેમ્બર 2023 સુધી ખુલ્લું હતું. તમને જણાવી દઈએ કે, Radiant Cash Management Services IPO ની પ્રાઇસ બેન્ડ ₹94 થી ₹99 હતી. રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ એક સંકલિત કેશ  લોજિસ્ટિક્સ પ્લેયર છે. કંપની રિટેલ કેશ મેનેજમેન્ટ સેગમેન્ટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ચાલો જાણીએ કે આ કંપનીના લિસ્ટિંગને લઈને નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?

કંપનીના લિસ્ટિંગ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના લિસ્ટિંગ પર ટિપ્પણી કરતાં પ્રોફિટ માર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, “રેડિયન્ટ કેશ મેનેજમેન્ટનું વેલ્યુએશન ઘણું ઊંચું હતું અને 80 ટકા ઇશ્યૂ ઓફર ફોર સેલ હેઠળ અનામત રાખવામાં આવ્યો હતો. કારણ કે રિટેલ રોકાણકારો પાસે કંઈ ખાસ બચ્યું નથી. હું કંપનીના મ્યૂટ લિસ્ટિંગની રાહ જોઈ રહ્યો છું.”

કંપની 1 શેર પર 6 બોનસ શેર આપશે. શેર ઈન્ડિયાના હેડ રિસર્ચ અને વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંઘ કહે છે, “જો શેરબજારનો મૂડ પોઝિટિવ રહેશે તો કંપની રૂ. 99ની આસપાસ લિસ્ટ થઈ શકે છે.”

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ

લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં પણ કંપનીની હાલત બહુ સારી છે એમ કહી શકાય નહીં. કંપનીના શેર બુધવારે રૂ.3ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તદનુસાર, રેડિયન્ટ કેશ મેનેજમેન્ટનું લિસ્ટિંગ રૂ. 102 (₹ 99 + ₹ 3) ની નજીક હોઈ શકે છે. કંપનીમાં શેર ફાળવવામાં આવ્યા હોય તેવા કોઈપણ રોકાણકાર માટે આ બહુ સારું અપડેટ નથી.

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ એક સંકલિત કેશ  લોજિસ્ટિક્સ પ્લેયર છે. કંપની રિટેલ કેશ મેનેજમેન્ટ સેગમેન્ટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. રેડિયન્ટ દેશના 13,044 પિન કોડને તેની સેવાઓ પ્રદાન કરે છે. તે લક્ષદ્વીપ સિવાયના તમામ જિલ્લાઓને આવરી લે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સૌથી મોટી વિદેશી, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે.

BSE વેબસાઇટ પર શેરનું  સ્ટેટસ આ રીતે ચેક કરો

  • BSE ની વેબસાઈટ પર ઇશ્યૂ ટાઇપમાં ઇક્વિટી પસંદ કરો
  • ઇશ્યૂ નેમમાં રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ પસંદ કરો
  • એપ્લિકેશન નંબર અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર દાખલ કરો
  • બોક્સને ચેક કરો (હું રોબોટ નથી) અને છેલ્લે સર્ચ બટન પર ક્લિક કરો.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર સ્થિતિ કેવી રીતે તપાસવી

  • સૌપ્રથમ IPOનું નામ પસંદ કરો – રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ
  • પછી એપ્લિકેશન નંબર, ડીમેટ એકાઉન્ટ અને PAN દાખલ કરો.
  • કેપ્ચા દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

Published On - 9:25 am, Wed, 4 January 23

Next Article