Opening Bell : વીકલી એક્સપાયરીનો કારોબાર લીલા નિશાનમાં દેખાયો, Sensex 53246 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

|

Jun 30, 2022 | 9:22 AM

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે આજે શેરબજારમાં દબાણ જોવા મળી શકે છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 150.48 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટ્યો હતો. નિફ્ટી 50 પણ 0.32 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

Opening Bell : વીકલી એક્સપાયરીનો કારોબાર લીલા નિશાનમાં દેખાયો, Sensex 53246 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
(Symbolic Image)

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબારની શરૂઆત(Opening Bell) લાલ નિશાન નીચે થતી જોવા મળી જોકે  તે  ગણતરીના સમયમાં બાદમાં 100 અંક વધારા તરફ પહોંચી હતી. આજે વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. આજના કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી  સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા હતા પરંતુ કારોબારની શરૂઆત સાથે તે લીલા નિશાન ઉપર જોવા મળ્યા હતા. આજે સેન્સેક્સ 52,897.16 ઉપર ખુલ્યો હતો જેનું બુધવારનું બંધ સ્તર 53,026.97 હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેકસે 15,774.50 ઉપર કારોબારની શરૂઆત કરી હતી.

શેરબજારની  સ્થિતિ(09:20 AM)

SENSEX 53,241.35
+214.38 (0.40%)
NIFTY 15,854.15
+55.05 (0.35%)

વૈશ્વિક સંકેત

સાપ્તાહિક એક્સપાયરીના દિવસે આજે શેરબજારમાં દબાણ જોવા મળી શકે છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 150.48 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટ્યો હતો. નિફ્ટી 50 પણ 0.32 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ વિદેશી બજારોમાંથી મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ડાઉ 80 પોઈન્ટ ઉપર છે અને નાસ્ડેક સપાટ બંધ થયો છે. SGX નિફ્ટી પણ લાલ નિશાનમાં રહ્યો છે. વૈશ્વિક બજારોમાં મંદીના પગલે ઉતાર-ચઢાવ વચ્ચે યુએસમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. ડાઉજોન્સ પર 250 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ બાદ 80 પોઈન્ટ વધીને બંધ થયું છે. SP500 NASDAQ થોડા ઘટાડા સાથે બંધ થયો હતો . 10-વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 3.1% સુધી સરક્યા છે.

વિદેશી રોકાણકારો પણ એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવમાં ટ્રેડિંગ કરી શકશે

વિદેશી રોકાણકારોને એક્સચેન્જ ટ્રેડેડ કમોડિટી ડેરિવેટિવ (ETCD) માર્કેટમાં ટ્રેડિંગની મંજૂરી મળી ગઈ છે. માર્કેટ ગેરુલેટર સેબીએ આ સંદર્ભમાં 29 જૂને નિવેદન આપ્યું છે. સેબીના બોર્ડે આ મહત્વનો નિર્ણય લીધો છે. માર્કેટ રેગુલેટરે કહ્યું કે એલિજિબલ ફૉરેન ઇનટિટી (EFE) રૂટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. EFE રૂટના હેઠળ વિદેશી રોકાણકારોના એક્સપોઝર ઇન્ડિયન ફિઝિકલ કમોડિટીઝમાં જરૂરી હતું. હવે નવા નિયમ અનુસાર કોઇપણ વિદેશી રોકાણકાર જો એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવમાં ડીલ કરવા માંગે છે તો ઇન્ડિચન ફિઝિકલ કમોડિટીઝમાં એક્સપોઝર આવું કરી શકે છે તેના માટે તે FPI રૂટનો ઉપયોગ કરવાનું રહેશે. સેબીએ ડેરિવેટિવ માર્કેટની ઉન્ડા અને લિક્વિડિટી વધારવા માટે આ પગલા ભર્યા છે. કોમોડિટી ડેરિવેટિવ માર્કેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સાથી કોમોડિટીની કિંમતને યોગ્ય નિર્ધારણમાં મદદરૂપ મળશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઈશા અંબાણી Reliance Retail ની ચેરપર્સન બની શકે છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ (RIL)ના રિટેલ યુનિટને નવા ચેરપર્સન મળવાના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી તેની નવી ચેરપર્સન બનવાની માહિતી મળી રહી છે. આ ઉપરથી એવું લાગી રહ્યું છે કે મુકેશ અંબાણી તેના બિઝનેશ એમ્પાયરના એક્સ્પાનશન પ્લાનમાં આગળ વધી રહ્યા છે. સૂત્રોઅનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ઈશાને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવાની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. આ સાથે સંકળાયેલા લોકોએ નામ બહાર ન પાડવાની શરત પર આ જાણકારી આપી છે. અત્યારે ઈશા અંબાણી Reliance Retail Venturesની ડાયરેક્ટર છે. રિલાયન્સ ગ્રુપના પ્રતિનિધિએ આ વાત પર ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે.

Next Article