Opening Bell : સાપ્તાહિક કારોબારની શરૂઆતમાં ઉતાર – ચઢાવ, Sensex 58,995 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

|

Sep 19, 2022 | 9:42 AM

સેન્સેક્સ અગાઉના સત્રમાં લગભગ 1,100 પોઈન્ટ ઘટીને 58,841 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને 17,531 પર બંધ થયો હતો.એશિયન બજારોમાં આજે રોકાણકારોનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.16 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે

Opening Bell  : સાપ્તાહિક કારોબારની શરૂઆતમાં ઉતાર - ચઢાવ, Sensex 58,995 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં સપ્તાહના પહેલા કારોબારી દિવસે કારોબારમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે.સેન્સેક્સ શુક્રવારના 58,840.79 પોઇન્ટના બંધ સ્તર સામે ઘટાડા સાથે 58,747.31 ઉપર ખુલ્યો હતો જેનું ઉપલું સ્તર 58,995 જયારે નીચલી સપાટી 58,487.76 નોંધાઈ હતી. નિફટીની વાત કરીતો ઇન્ડેક્સ 17540 ઉપર ખુલ્યા બાદ 17429 સુધી સરક્યો હતો. ગત સપ્તાહેસેન્સેક્સની ટોચની  10  કંપનીઓમાંથી છ કંપનીની Market Cap માં રૂ. 2,00,280.75 કરોડનો ઘટાડો થયો છે. તેમાંથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને ઈન્ફોસિસ(Infosys)ને સૌથી વધુ નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:40 am )
SENSEX 58,868.24
+27.45 (0.047%)
NIFTY 17,545.50
+14.65 (0.084%)

 

શુક્રવારે Sensex 1100 પોઇન્ટ તૂટ્યો હતો

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે ડાઉ જોન્સ 140 પોઈન્ટ ઘટીને 30,822 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેક 104 પોઈન્ટ ઘટીને 11,448ના સ્તરે બંધ રહ્યો હતો. બજારની નજર હવે બુધવારે આવનારી ફેડ પોલિસી પર ટકેલી છે. SGX નિફ્ટી 17580 ની નજીક ફ્લેટ છે. ડાઉ ફ્યુચર લગભગ 50 પોઈન્ટ ઉપર છે. યુકે અને જાપાનના બજારો આજે બંધ છે. વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર પ્રત્યે આશાવાદી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં 12 હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે.સેન્સેક્સ અગાઉના સત્રમાં લગભગ 1,100 પોઈન્ટ ઘટીને 58,841 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ ઘટીને 17,531 પર બંધ થયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યુએસ અને યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો

અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના આંકડાએ બજારની સ્થિતિ ખરાબ બદતર કરીછે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વે ફરીથી વ્યાજ દરોમાં મોટો વધારો સૂચવીને લોન મોંઘી કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતની સીધી અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા સત્રમાં અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ નાસ્ડેકમાં 0.90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા સત્રમાં દબાણ હેઠળ હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર 1.66 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.31 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.62 ટકાનો મોટો ઘટાડો થયો હતો.

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

એશિયન બજારોમાં આજે રોકાણકારોનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.16 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે તાઇવાનનું શેરબજાર પણ આજે સવારે 0.07 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, પરંતુ આજે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.03 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે.

Next Article