Opening Bell : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત થઇ, Sensex 52619 સુધી લપસ્યો

|

Jul 01, 2022 | 9:22 AM

ગુરુવારે સેન્સેક્સ 8 પોઈન્ટની નબળાઈ સાથે 53,018.94 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી(Nifty) 19 પોઈન્ટ ઘટીને 15780 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

Opening Bell : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત થઇ, Sensex 52619 સુધી લપસ્યો
The stock market trading below the red mark

Follow us on

Share Market : આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજાર(Share Market) લાલ નિશાન નીચે ખુલ્યા છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત કરતા નજરે પડી રહયા છે. સેન્સેક્સ(Sensex) 0.29 અને નિફટી 0.49 ટકા ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી છે. ગુરુવારે સેન્સેક્સ 8 પોઈન્ટની નબળાઈ સાથે 53,018.94 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી(Nifty) 19 પોઈન્ટ ઘટીને 15780 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે સેન્સેક્સ 52,863.34 ઉપર ખુલ્યો છે. ઇન્ડેક્સ ગઈકાલની બંધ સપાટીથી 155.60 અંક અથવા 0.29% ઘટાડા સાથે ખુલ્યા છે. નિફટીની વાત કરીએતો આજે 76.55 પોઇન્ટ મુજબ 0.49% નુકસાન સાથે 15,703.70 ઉપર કારોબારની શરૂઆત કરી છે. કારોબારની શરૂઆત સાથે ઘટાડો વધ્યો હતો.

શેરબજારની   સ્થિતિ(09:16 AM)

SENSEX 52,682.71
−336.23 (0.63%)
NIFTY 15,663.20
−117.05 (0.74%)

વૈશ્વિક સંકેત

યુએસ શેરબજારોમાં વોલેટિલિટી યથાવત છે. ગુરુવારના કારોબારમાં ડાઉ 250 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નાસ્ડેક 1.3 ટકા ઘટ્યો હતો. છેલ્લા એક કલાકમાં અમેરિકી બજારોમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી. S&P 500 અને RUSS 2000 પણ લાલ નિશાનમાં રહ્યા.યુએસ માર્કેટમાં વોલેટિલિટીની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી શકે છે. ગુરુવારે વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય બજારો અસ્થિરતા વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. યુએસ બજારોમાં ઘટાડો રહ્યો હતો.

છેલ્લા સત્રનો કારોબાર

ભારતીય શેરબજારમાં શરૂઆતી મજબૂતી બાદ ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 8 પોઈન્ટ ડાઉન તો નિફ્ટી 15800 ની નીચે બંધ થયો છે. કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર વધારા સાથે બંધ થયા છે. મેટલ, ઓટો અને આઈટી ઈન્ડેક્સ 2%, 1.2% અને 1% ઘટ્યા છે. એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી સહિતના અન્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 8 પોઈન્ટની નબળાઈ સાથે 53,018.94 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ ઘટીને 15780 ના સ્તર પર બંધ રહ્યો હતો. ટોપ ગેનર્સમાં એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. ટોપ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.સેન્સેક્સ 129 પોઈન્ટ ઘટીને 52,897 પર અને નિફ્ટી 24 પોઈન્ટ ઘટીને 15,774 પર ખુલ્યો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આજથી ડીમેટ એકાઉન્ટનો આ નિયમ લાગુ થયો

જો તમે તમારા ડીમેટ-ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું ન હોય, તો તમારી પાસે આવું કરવા માટે 30 જૂન સુધીનો સમય હતો. અગાઉ તેની અંતિમ તારીખ 31 માર્ચ 2022 હતી. હવે જે પણ ડીમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે અથવા ખોલવામાં આવે છે તેમાં છ પ્રકારની માહિતી આપવી જરૂરી છે. આ ઉપરાંત, ગ્રાહકોનો આધાર નંબર તેમના PAN સાથે લિંક હોવો જોઈએ.

નિયમો અનુસાર જો કોઈ એકાઉન્ટ ધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ માહિતી અપડેટ નહીં કરે તો તેનું એકાઉન્ટ ડીએક્ટિવ કરવામાં આવશે. તેના ખાતામાં જે શેર અથવા પોર્ટફોલિયો પહેલેથી જ છે તે ચાલુ રહેશે, પરંતુ તે કોઈ નવા પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં. આ એકાઉન્ટ ત્યારે જ ફરીથી સક્રિય થશે જ્યારે તેમાં KYC વિગતો અપડેટ થશે.

Next Article