Opening Bell : સતત બીજા દિવસે શેરબજારમાં તેજી સાથે કારોબાર શરૂ થયો, Sensexમાં 300 અને Nifty 100 અંકનો પ્રારંભિક વધારો

|

May 17, 2022 | 9:20 AM

સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ લગભગ 180 પોઈન્ટના વધારા સાથે 52,974 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 60.15 પોઈન્ટના ઉછાળા સાથે 15,842 પર બંધ થયો હતો.

Opening Bell : સતત બીજા દિવસે શેરબજારમાં તેજી સાથે કારોબાર શરૂ થયો, Sensexમાં  300 અને Nifty 100 અંકનો પ્રારંભિક વધારો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market :  મિશ્રા વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. સોમવારના 52,973.84 ના બંધ  સ્તર સામે Sensex આજે 311.35 અંક અથવા 0.59%  વધારા સાથે  53,285.19 ઉપર ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 180 પોઈન્ટના વધારા સાથે 52,974 પર બંધ થયો હતો. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ આજે 15,912.60 ઉપર ખુલ્યો હતો. નિફટી 60.15 પોઈન્ટના ઉછાળા સાથે 15,842 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સમાં 70.30 મુજબ 0.44% નો વધારો દેખાયો હતો. LIC IPOનું મેગા લિસ્ટિંગ આજે થવા જઈ રહ્યું છે. સોમવારે આ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 20ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર

આજે વૈશ્વિક બજારો તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ભારે અસ્થિરતા વચ્ચે યુએસ માર્કેટમાં મિશ્ર એક્શન જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સ માત્ર 25 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. છેલ્લા 2 કલાકમાં યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ નાસ્ડેક 1.2 ટકા ઘટીને દિવસના નીચલા સ્તરે બંધ રહ્યો હતો. આઈટી શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મસ્કની જાહેરાત બાદ ટ્વિટરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ ટ્વિટર 8 ટકા ઘટ્યું છે. મસ્કે કહ્યું કે તે કંપનીની બિડ 20 ટકા ઘટાડી શકે છે. બેંક અને કન્ઝ્યુમર શેરોમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઓઇલમાં ઝડપી વધારાનો ટેકો એનર્જી શેર્સને મળ્યો હતો. યુરોપમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ હળવી ખરીદી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી 34 પોઈન્ટના નજીવા વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો .

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

કોમોડિટી અપડેટસ

  • ઓઇલ  7 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું
  • બ્રેન્ટ 114 ડોલરને પાર તો WTI 111 ડોલર ઉપર દેખાયું
  • ચીનમાં રિકવરીની આશા પર તેલની માંગ પરત ફરી
  • ચીનના શાંઘાઈમાં તબક્કાવાર અનલોકિંગ શરૂ કરાયું
  • 1 જૂનથી તમામ કોવિડ પ્રતિબંધો દૂર કરવાનો લક્ષ્યાંક
  • ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષના ઉચ્ચ સ્તરેથી નીચે આવી ગયો છે
  • સોનું 4 મહિનાના નીચા સ્તરેથી સુધર્યું, 1825 ડોલરને વટાવી ગયું

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ લગભગ 180 પોઈન્ટના વધારા સાથે 52,974 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 60.15 પોઈન્ટના ઉછાળા સાથે 15,842 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં એનટીપીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી અને મારુતિ ટોપ ગેનર હતા. સેન્સેક્સ 152 પોઈન્ટના વધારા સાથે 52,946 પર ખુલ્યો હતો  જ્યારે નિફ્ટી 15,845 પર કારોબાર શરૂ કર્યો હતો.

Next Article