Opening Bell : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1100 અંક પટકાયો

|

May 19, 2022 | 9:32 AM

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 110 પોઈન્ટ ઘટીને 54,208 પર અને નિફ્ટી પણ 19 પોઈન્ટના ઘટાડા સાથે 16,240 પર બંધ રહ્યો હતો.

Opening Bell : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1100 અંક પટકાયો
શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઘટાડો નોંધાયો

Follow us on

Share Market : ખરાબ વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક કડાકો બોલ્યો હતો. Sensex 1100 અને Nifty 326 અંક તૂટ્યા છે. ગઈકાલે અમેરિકાના બજારમાં કડાકાની અસર વિશ્વભરના બજારો ઉપર દેખાઈ હતી જેમાં ભારત પણ બાકાત રહ્યું ન હતું. આજે સેન્સેક્સના કારોબારની શરૂઆત 53,070.30 ઉપર થઇ હતી ઇન્ડેક્સ 53,356.04 સુધી ઉપલા સ્તરે ગયો હતો પણ જબરદસ્ત વેચવાલીના કારણે તે 53,053.75 સુધી પટકાયો હતો. નિફ્ટી પણ 300 અંક નીચે 15,904.65 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. બુધવારે નિફ્ટી પણ 19 પોઈન્ટના ઘટાડા સાથે 16,240 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક સંકેત ખરાબ મળ્યા

વૈશ્વિક બજારોમાંથી ખૂબ જ ખરાબ સંકેતો જોવા મળી રહ્યા છે. બુધવારે બે દિવસની ઝડપી વૃદ્ધિ પછી યુએસ બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. યુએસ માર્કેટમાંથી 2 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 1165 પોઈન્ટ તૂટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નાસ્ડેકમાં પણ વેચવાલીનો દબદબો રહ્યો હતો અને ઈન્ડેક્સ 4.7% ઘટીને બંધ થયો હતો. ડાઉ 14 મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. યુએસ માર્કેટની વાત કરીએ તો તમામ 11 સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. મોંઘવારીના વધતા દરને કારણે યુએસ માર્કેટમાં આટલી વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય યુરોપિયન બજારોમાં 1-1.5% નો ઘટાડો જોવા મળ્યો છે. એશિયન બજારની વાત કરીએ તો અહીં પણ વેચાણ થઇ રહ્યું છે.

એશિયન માર્કેટ લાલ નિશાન પર

અમેરિકા અને યુરોપમાં ઘટાડાની અસર એશિયાના શેરબજારો પર પણ જોવા મળી હતી. આજે સવારે ખુલેલા તમામ શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગાપોરનું સ્ટોક એક્સચેન્જ 1.94 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે જાપાનનું નિક્કી 2.63 ટકાના નુકસાનમાં છે. આ સિવાય હોંગકોંગમાં 2.95 ટકા અને તાઈવાનમાં 2.32 ટકાનો ઘટાડો છે. દક્ષિણ કોરિયાનું શેરબજાર આજે 1.61 ટકાના નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યું છે જ્યારે ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 1.10 ટકા તૂટ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનું દબાણ

વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી ઉપાડની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ભારતીય મૂડી બજારમાંથી રૂ. 1,254.64 કરોડ પાછા ખેંચ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 375.61 કરોડની ખરીદી કરીને રોકાણ કર્યું હતું પરંતુ બજારના ઘટાડાને ટાળી શક્યા ન હતા. આજે પણ જો વિદેશી રોકાણકારો વેચાણ કરશે તો બજારમાં મોટો ઘટાડો આવી શકે છે.

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 110 પોઈન્ટ ઘટીને 54,208 પર અને નિફ્ટી પણ 19 પોઈન્ટના ઘટાડા સાથે 16,240 પર બંધ રહ્યો હતો.  ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટીને 77.60ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ સેન્સેક્સ 236 પોઈન્ટ વધીને 54,554 પર જ્યારે નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 16,318 પર ખુલ્યો હતો. સેન્સેક્સે ઉપલી 54,786 અને 54,130ની નીચી સપાટી બનાવી છે.

Published On - 9:23 am, Thu, 19 May 22

Next Article