Opening Bell : સપ્તાહના અંતિમ કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 500 અંક ઉપર નજરે પડ્યો

|

Jun 24, 2022 | 9:18 AM

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 443.19 પોઈન્ટ અથવા 0.86% વધીને 52,265.72 પર અને નિફ્ટી 143.35 પોઈન્ટ્સ અથવા 0.93% વધીને 15,556.65 પર બંધ થયો હતો.

Opening Bell  : સપ્તાહના અંતિમ કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 500 અંક ઉપર નજરે પડ્યો
Symbolic Image

Follow us on

Share Market  : મિશ્ર વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજાર(Share Market)માં કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે.  ગુરુવારે સેન્સેક્સ 443.19 પોઈન્ટ અથવા 0.86% વધીને 52,265.72 પર અને નિફ્ટી 143.35 પોઈન્ટ્સ અથવા 0.93% વધીને 15,556.65 પર બંધ થયો હતો.  આજે સેન્સેક્સ 52,654.24 ઉપર ખુલ્યો છે. ગુરુવારની બંધ સપાટી કરતા 388.52 પોઇન્ટ અથવા 0.74% વધારા સાથે તે ખુલ્યો હતો. ગણતરીના સમયમાં તે 500 પોઇન્ટ ઉછળ્યો હતો નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 100.75 અંક અથવા 0.65% તેજી સાથે 15,657.40 ની સપાટીએ ખુલ્યો છે. આજે સતત બીજા દિવસે કારોબારમાં તેજી નજરે પડી રહી છે.

વૈશ્વિક સંકેત મિશ્ર

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. વોલેટિલિટી વચ્ચે અમેરિકી બજારોમાં રિબાઉન્ડ જોવા મળી રહ્યું છે. ડાઉ 200 પોઈન્ટ ચઢીને દિવસના ઊંચા સ્તરે બંધ રહ્યો હતો અને છેલ્લા એક કલાકમાં રિકવરીને કારણે ડાઉ નીચલા સ્તરથી 400 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં 1.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આઇટી શેરમાં મજબૂત એક્શન જોવા મળ્યું હતું. રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર શેર્સમાં પણ ખરીદી જોવા મળી હતી બીજી તરફ એનર્જી શેરોમાં દબાણ જોવા મળ્યું છે. મંદીની ચિંતા બજારમાં પ્રભુત્વ ધરાવે છે. યુરોપના બજારો 1-2 ટકા સુધી ઘટીને બંધ થયા છે. બીજી તરફ એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં ખરીદી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

કોમોડિટી અપડેટ્સ

  • યુએસ ઓઇલ કંપનીઓ સાથે બિડેન સરકારની બેઠક અનિર્ણિત
  • અમેરિકામાં મંદીનું સંકટ વધુ ઘેરાવાના ભયને કારણે ક્રૂડના ભાવમાં મંદી
  • સોનામાં સતત ઘટાડો, બે દિવસમાં 20 ડોલર તૂટ્યું
  • બેઝ મેટલ્સમાં નબળાઈ ચાલુ છે
  • કોપર, ઝિંક, એલ્યુમિનિયમમાં પણ ઘટાડો નોંધાયો હતો
  • કપાસ 6 મહિનાની નીચી સપાટીએ

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 443.19 પોઈન્ટ અથવા 0.86% વધીને 52,265.72 પર અને નિફ્ટી 143.35 પોઈન્ટ્સ અથવા 0.93% વધીને 15,556.65 પર બંધ થયો હતો. સૌથી વધુ ઉછાળો ઓટો અને આઈટી સેક્ટરમાં જોવા મળ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30માંથી 3 શેર લાલ નિશાનમાં અને 27 શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 150.22 અથવા 0.29%ના વધારા સાથે 51,972.75 પર ખુલ્યો અને નિફ્ટી 38 અંક વધીને 15,451 પર ખુલ્યો હતો. સેન્સેક્સે 24,192.31ની ઊંચી અને 23,878.59ની નીચી સપાટી બનાવી છે.

Published On - 9:17 am, Fri, 24 June 22

Next Article