Opening Bell : શેરબજારમાં બે દિવસની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 345 અંક ઘટાડા સાથે ખુલ્યો

|

Jun 22, 2022 | 9:22 AM

અર્થતંત્રમાં સુસ્તીના સંકેતો હોવા છતાં બજારે મંગળવારે ​​સતત બીજા દિવસે વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સે 935 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 52532 ના સ્તરે બંધ થયો હતો.

Opening Bell : શેરબજારમાં બે દિવસની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 345 અંક ઘટાડા સાથે ખુલ્યો
Dalal Street Mumbai

Follow us on

Share Market : વૈશ્વિક સંકેત સારા મળવા છતાં ભારતીય શેરબજાર(Share Market)માં આજે લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત થઇ છે. બે દિવસના વધારા બાદ આજે નફાવસુલી જોવા મળી છે. આજે સેન્સેક્સ 52,186.36 ઉપર ખુલ્યો છે જે ગઈકાલના બંધ સ્તર કરતા 345.71 અંક અથવા 0.66% નીચે છે. નિફટીની વાત કરીએતો  ઇન્ડેક્સ 93.15 પોઇન્ટ અથવા 0.60% ઘટાડા સાથે ખુલ્યો હતી. આજના કારોબારની શરૂઆત 15,545.65 પોઇન્ટ સાથે થઇ હતી. મંગળવારે સેન્સેક્સે 935 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 52532 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 288 પોઈન્ટના ઉછાળા સાથે 15638ના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો હતો.

વૈશ્વિક સંકેત મજબૂત મળ્યા હતા

વૈશ્વિક બજારોમાંથી મજબૂતીના સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરીએ તો અહીં સારું રિબાઉન્ડ જોવા મળ્યું છે. ડાઉ જોન્સ 640 પોઈન્ટ ઉછળ્યો અને નાસ્ડેક 2.5 ટકા વધ્યો છે. 6 સપ્તાહમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઉછાળો જોવા મળ્યો છે. તમામ 11 સેક્ટરમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. એનર્જી શેરો અને આઈટી શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. યુરોપના બજારોમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં થોડો અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને આ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

કોમોડિટી અપડેટ્સ

  • સોના-ચાંદીમાં ઊંચા સ્તરેથી વેચવાલી
  • ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીનું દબાણ
  • ગઈકાલના રિબાઉન્ડ પછી કાચા તેલમાં ઘટાડો થયો
  • બ્રેન્ટ 113 ડોલર અને WTI 110 ડોલર પર
  • વ્હાઇટ હાઉસમાં તેલ પર લગામ લગાવવા માટે મોટી ઓઇલ કંપનીઓની બેઠક મળશે
  • બેઝ મેટલ્સમાં રિબાઉન્ડ
  • ઘઉં 2.5 મહિનાના નીચા સ્તરે

છેલ્લાં સત્રનો કારોબાર

અર્થતંત્રમાં સુસ્તીના સંકેતો હોવા છતાં બજારે મંગળવારે ​​સતત બીજા દિવસે વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સે 935 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 52532 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 288 પોઈન્ટના ઉછાળા સાથે 15638ના સ્તરે કારોબાર પૂર્ણ કર્યો હતો. તેજીમાં મેટલ્સ, ટેક્નોલોજી અને ઓટો શેરોએ મોટો ફાળો આપ્યો હતો.જે ટાટા ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 5.4 ટકા, ટાઇટન 5.9 ટકા, ટાટા મેટાલિક 4 ટકા, ટાટા કેમિકલ 3.7 ટકા અને ટાટા મોટર્સ 3.8 ટકા વધ્યા હતા. ટાટા પાવર 5.2 ટકા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 3 ટકા ઉપર હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બજારની તેજીની અસર એ થઈ કે તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડકેપમાં 3.56 ટકા અને સ્મોલકેપમાં 3.42 ટકાનો બમ્પર વધારો જોવા મળ્યો હતો. આ સિવાય આઈટી ઈન્ડેક્સમાં 3.13 ટકા, મીડિયા ઈન્ડેક્સમાં 5.49 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 2 ટકા, મેટલ્સમાં 3.97 ટકા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 4.83 ટકા વધ્યો હતો.

Next Article