Opening Bell : Sensex 52 સપ્તાહના નીચલા સ્તરે સરક્યો, આજે પણ કારોબારની ઘટાડા સાથે શરૂઆત

|

Jun 17, 2022 | 9:38 AM

ગુરુવારે શેરબજારમાં કારોબારના અંતે સેન્સેક્સ 1046 પોઈન્ટ ઘટીને 51,496ના સ્તરે અને નિફ્ટી 332 પોઈન્ટના ઘટાડા સાથે 15361ના સ્તરે બંધ રહ્યો હતો.

Opening Bell :  Sensex 52 સપ્તાહના નીચલા સ્તરે સરક્યો, આજે પણ કારોબારની ઘટાડા સાથે શરૂઆત
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market :  કડાકા સાથે શેરબજાર બંધ થયા બાદ આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે પણ ટ્રેન્ડીંગની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે. આજે વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ હતી. આજે સેન્સેક્સ 51,181.99 ઉપર ખુલ્યો હતો. આજે સેન્સેક્સ 313.80  અથવા 0.61% ઘટાડા સાથે ખુલ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 1046 પોઈન્ટ ઘટીને 51,496ના સ્તરે અને નિફ્ટી 332 પોઈન્ટના ઘટાડા સાથે 15361ના સ્તરે બંધ રહ્યો હતો. નિફટીની વાત કરીએ તો 331.55 અંક મુજબ 2.11% ઘટાડા સાથે કારોબારનો પ્રારંભ થયો હતો. આજે નિફટી 15,360.60 ઉપર ખુલ્યો હતો. આજે સેન્સેક્સ  52 સપ્તાહના નીચલા સ્તરે 50921 ઉપર સરક્યો છે. સેન્સેક્સ સવારે 9.30 વાગે 50932 ઉપર નજરે પડ્યો હતો જે તેનું નીચલું સ્તર હતો. આ સમયે સેન્સેક્સ 562 અંક નીચે ટ્રેડ થયો હતો.

વૈશ્વિક સંકેત નબળા મળ્યા

વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારો ફરી એકવાર તૂટ્યા છે. મંદીની આશંકાથી અમેરિકી બજારોમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 750 પોઈન્ટના ઘટાડા સાથે 30 હજારના સ્તરની નીચે આવી ગયો છે. જાન્યુઆરી 2021 પછી પહેલીવાર ડાઉ જોન્સ 30 હજારથી નીચે ગયો છે. આ સિવાય નાસ્ડેક પણ 4 ટકા નીચે છે. અમેરિકી બજારોમાં કન્ઝ્યુમર અને આઈટી શેરોને ભારે નુકસાન થયું છે. તમામ મોટા IT શેરોમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બજાર ચિંતિત છે અને ફેડ પોલિસી મંદીને રોકી શકશે નહીં. આ સિવાય યુરોપિયન બજારો પણ 3 ટકા તૂટ્યા છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં થોડી ખરીદી જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં હળવી ખરીદી છે અને આ ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઇલ અસ્થિર
  • મંદીની આશંકા અને માંગમાં ઘટાડો થવાની ચિંતાને કારણે બ્રેન્ટ 118 ડોલર પર રહ્યું
  • અમેરિકાએ ઈરાનમાં કેટલાક પેટ્રોકેમિકલ ઉત્પાદકોની તેલ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
  • ડૉલર ઇન્ડેક્સ 104 ની નીચે દેખાયો
  • સોનું 1850 ડોલરની નજીકરહ્યું
  • બેઝ મેટલ્સમાં 1 થી -2.5% ઘટાડો

કેવો રહ્યો ગુરુવારનો કારોબાર?

શેરબજારમાં 4 દિવસથી ઘટાડાનો ટ્રેન્ડ આજે વધુ ચિંતાજનક બન્યો હતો. ગુરુવારના ટ્રેડિંગમાં ઘટાડા સાથે સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચમા દિવસે તૂટયા હતા. વિદેશી બજારોમાંથી મળેલા સંકેતો બાદ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો જોકે તે ભારે નુકસાન સાથે બંધ થયું હતું. શેરબજારમાં કારોબારના અંતે સેન્સેક્સ 1046 પોઈન્ટ ઘટીને 51,496ના સ્તરે અને નિફ્ટી 332 પોઈન્ટના ઘટાડા સાથે 15361ના સ્તરે બંધ રહ્યો હતો. NSE પરના તમામ સેક્ટર ઇન્ડેક્સ નુકસાન સાથે બંધ થયા હતા. આ ઘટાડામાં નાના શેરોના રોકાણકારોને વધુ નુકસાન થયું છે.

Published On - 9:21 am, Fri, 17 June 22

Next Article