Opening Bell : આખરે શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensexઅને Nifty ની મજબૂત સાપ્તાહિક શરૂઆત

|

Jun 20, 2022 | 9:16 AM

શેરબજાર માટે ગત સપ્તાહ ઘણું ખરાબ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો સાપ્તાહિક ધોરણે નોંધાયો હતો. સેન્સેક્સ લગભગ 3000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આ ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

Opening Bell : આખરે શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensexઅને Nifty ની મજબૂત સાપ્તાહિક શરૂઆત
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : આખરે આજે ભારતીય શેરબજાર(Stock Market)ના ઘટાડા ઉપર બ્રેક લાગી છે. મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ખરીદી નજરે પડી રહી છે. એશિયામાં બજારોમાં તેજીના કારોબારની અસર ભારતીય શેરબજાર ઉપર દેખાઈ છે. આજે બંને મુખ્ય ઇન્ડેસ લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યા છે. આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ(Sensex) 51,470.03 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ છેલ્લી બંધ સપાટી કરતા 109.61 અંક મુજબ 0.21% વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 41 પોઇન્ટ મુજબ 0.27 ટકા તેજી સાથે કારોબારનો પ્રારંભ કરી રહ્યો છે. આજે નિફટી(Nifty) 15,334.50 ઉપર ખુલ્યો છે.

વૈશ્વિક સંકેત મિશ્ર

આજે વૈશ્વિક બજારોમાંથી સુસ્તીના સંકેત મળી રહ્યા છે. જો કે યુએસ માર્કેટ આજે બંધ રહેશે પરંતુ શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો શુક્રવારે ડાઉ જોસ 500 પોઈન્ટની રેન્જમાં નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. 235 દિવસના નીચા સ્તરેથી રિકવર થઈ બંધ થયા હતા. આ સિવાય નાસ્ડેકમાં મજબૂતી જોવા મળી હતી અને આ ઇન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. એક્સપાયરીના કારણે માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. છેલ્લા એક કલાકમાં દિગ્ગજ આઇટી શેરોમાં આવેલા રિબાઉન્ડને કારણે બજારને સપોર્ટ મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં આર્થિક મંદી આવી શકે છે. આ સિવાય યુરોપિયન બજારોમાંથી મિશ્ર એક્શન જોવા મળ્યું હતું. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં ખરીદી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ 34 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યુએસ માર્કેટની ગત સપ્તાહની સ્થિતિ

  • ડાઓ -4.8%
  • S&P 500 -5.8%
  • નાસ્ડેક -4.8%

આ સપ્તાહની મહત્વની બાબત

  • ફેડ ચેરમેન યુએસ કોંગ્રેસ સમક્ષ નિવેદન આપશે
  • ECB ચેરમેન યુરોપિયન સંસદમાં નિવેદન આપશે
  • યુએસ હાઉસિંગ અને મેન્યુફેક્ચરિંગ ડેટા જાહેર થશે

કોમોડિટી અપડેટ્સ

  • 7 અઠવાડિયા માટે તેલના વધારા પર બ્રેક લાગી
  • માંગ ઘટવાની ચિંતાને કારણે શુક્રવારે તેલ 5% ઘટ્યું હતું
  • બ્રેન્ટ 113 ડોલરની નજીક, WTI 110 ડોલરની નીચે સરક્યું
  • સોના પર દબાણ અને ડૉલર મજબૂત

ગત સપ્તાહે રોકાણકારોએ 15 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજાર માટે ગત સપ્તાહ ઘણું ખરાબ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો સાપ્તાહિક ધોરણે નોંધાયો હતો. સેન્સેક્સ લગભગ 3000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આ ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. મજબૂત વેચવાલી વચ્ચે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે રૂ. 3.91 લાખ કરોડનો ઘટાડો થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું હતું. છેલ્લા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2,943.02 પોઈન્ટ અથવા 5.42 ટકા ઘટ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 908.30 પોઈન્ટ અથવા 5.61 ટકા તૂટ્યો હતો.

Next Article