Opening Bell : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 52650 ઉપર ખુલ્યો

|

Jun 15, 2022 | 9:18 AM

મંગળવારે  સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું પરંતુ  ઘટાડાનું અંતર ઓછું હતું.  સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 52693ના સ્તરે અને નિફ્ટી 42 પોઈન્ટના ઘટાડા સાથે 15732ના સ્તરે બંધ થયા હતા. 

Opening Bell : પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 52650 ઉપર ખુલ્યો
Stock Trading - Symbolic Image

Follow us on

Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં નજીવા ઘટાડા સાથે કારોબારનો પ્રારંભ થયો છે. મંગળવારે પણ વૈશ્વિક બજારોની નરમ ચાલ સાથે ભારતીય બજાર પણ ગગડ્યું હતું જોકે અંતર ઘણું ઓછું હતું. આજે પણ બંને મુખ્ય ઇન્ડેક્સમાં કારોબારની શરૂઆત ઘટા સાથે થઇ છે પરંતુ નુક્સાનનું અંતર ઘણું ઓછું જોવા મળ્યું હતું.જોકે કર્બરની શરૂઆત સાથે ઇન્ડેક્સ લીલા નિશાન તરફ ધસી ગયો હતો. સેન્સેક્સ 52,819.79 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો. મંગળવારે  સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 52693ના સ્તરે અને નિફ્ટી 42 પોઈન્ટના ઘટાડા સાથે 15732ના સ્તરે બંધ થયા હતા. આજે નિફ્ટી મંગળવારની બંધ સપાટી સામે માત્ર 2.85 મુજબ 0.018% ઘટાડા સાથે 15,729.25 ઉપર ખુલ્યો હતો. સેન્સેક્સની વાત કરીએ તો ઇન્ડેક્સ 43.16 અંક અનુસાર 0.082% નુકસાન સાથે  52,650.41 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સનું 52-wk high 62,245.43 જયારે 52-wk low 51,601.11 છે. નીચલા સ્તરથી હજુ 1000 પોઇન્ટ ઉપર સેન્સેક્સ ટ્રેડ થઇ રહ્યો છે.

વૈશ્વિક સંકેત મિશ્ર

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. સતત પાંચમા દિવસે ડાઉ જોન્સમાં ઘટાડો નોંધાયો છે. ડાઉ જોન્સ 550 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે 150 પોઈન્ટ લપસી ગયો હતો જ્યારે છેલ્લા કલાકમાં રિકવરી નાસ્ડેકમાં થોડો વધારો જોવા મળ્યો છે. દિગ્ગજ આઈટી શેરમાં રિકવરીથી બજારને સપોર્ટ મળ્યો હતો.  આજે ફેડ યુએસમાં 0.75 ટકાના દરમાં વધારો કરે તેવી ધારણા છે. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં પણ 0.5 થી 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી નજીવા ઘટાડા સાથે લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઇલમાં ગઈકાલના જોરદાર ઉછાળા બાદ ઘટાડો નોંધાયો
  • બ્રેન્ટ 125 ડોલરના સ્તરથી 5 ડોલર સરકી ગયો
  • ઓપેકમાં ઊંચા ભાવે તેલની માંગમાં ઘટાડો થવાના સંકેત
  • 2023 માં ક્રૂડની વૈશ્વિક માંગ માત્ર 2% વધવાની સંભાવના
  • ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો
  • સોનું સતત ઘટી રહ્યું છે
  • ચીનમાં કોવિડ લોકડાઉનનો ભય

મંગળવારનો કારોબાર કેવી રહ્યો ?

મંગળવારે  સતત ત્રીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું પરંતુ  ઘટાડાનું અંતર ઓછું હતું.  સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 52693ના સ્તરે અને નિફ્ટી 42 પોઈન્ટના ઘટાડા સાથે 15732ના સ્તરે બંધ થયા હતા.  સેન્સેક્સના ટોપ-30માં 16 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 14 શેર ઘટ્યા હતા.આ  ઘટાડા બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 244.78 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

Published On - 9:18 am, Wed, 15 June 22

Next Article