Opening Bell : ફ્લેટ શરૂઆત બાદ તેજી દેખાઈ, Sensex 52045 સુધી ઉપલા સ્તરે દેખાયો

|

Jun 23, 2022 | 9:23 AM

સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ અથવા 1.35% ઘટીને 51,822.53 પર અને નિફ્ટી 225.50 પોઈન્ટ્સ અથવા 1.44% ઘટીને 15,413.30 પર બંધ થયો હતો.

Opening Bell  : ફ્લેટ શરૂઆત બાદ તેજી દેખાઈ, Sensex 52045 સુધી ઉપલા સ્તરે દેખાયો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market :  મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજાર(Share Market)માં કારોબારની શરૂઆત ફ્લેટ થઇ હતી.જોકે બાદમાં તેજી દેખાઈ હતી. ઇન્ડેક્સ લીલા નિશાનમાં સરક્યો હતો. સવારે 9.20 વાગે સેન્સેક્સ 200 અને નિફટી 66 અંક ઉપર કારોબાર કરતા નજરે પડ્યા હતા.  આજે સેન્સેક્સ 51,822.19 ઉપર ખુલ્યો હતો. ગઈકાલના બંધ સ્તર કરતા નજીવા 0.34 અંક અથવા 0.00066% ના ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફટી 15,419.45 ઉપર ખુલ્યો હતો જે છેલા બંધ સ્તર કરતા 6.15 અંક મુજબ 0.040% ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ અથવા 1.35% ઘટીને 51,822.53 પર બંધ થયો હતો.  નિફ્ટી 225.50 પોઈન્ટ્સ અથવા 1.44% ઘટીને 15,413.30 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર મળ્યા

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. 600 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગની વચ્ચે ડાઉ 50 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો અને નાસ્ડેક પણ ઊંચાઈથી નીચે આવીને નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો. છેલ્લા એક કલાકમાં અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. એનર્જી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘવારીની ચિંતા બજાર પર વર્ચસ્વ જમાવી રહી છે. યુરોપના બજારો 1 થી 1.5 ટકા સુધી લપસીને બંધ થયા છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં હળવી ખરીદારી જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં થોડી તેજી છે અને આ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોમોડિટી અપડેટ્સ

  • ક્રૂડ ઓઈલ 6 સપ્તાહની નીચી સપાટીએ ગગડી ગયું
  • તેલના ઊંચા ભાવ પર લગામ લગાવવાનો બિડેન સરકારે પ્રયાસ હાથ ધર્યા
  • સોના અને ચાંદીની રેન્જમાં ટ્રેડિંગ, ચાંદી 1 સપ્તાહની નીચી સપાટીની નજીક
  • મેટલ્સમાં ભારે ઘટાડો, કોપર 16 મહિનાની નીચી સપાટીએ સરક્યું
  • પામ તેલ અને સોયાબીન 6 મહિનાની નીચી સપાટીએ

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ અથવા 1.35% ઘટીને 51,822.53 પર અને નિફ્ટી 225.50 પોઈન્ટ્સ અથવા 1.44% ઘટીને 15,413.30 પર બંધ થયો હતો. સૌથી વધુ ઘટાડો મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં જોવા મળ્યો હતો. નિફ્ટી પર મેટલ ઇન્ડેક્સ 4.87% ઘટ્યો હતો. ઉપરાંત બેન્ક, ફાઇનાન્સિયલ અને આઇટી સૂચકાંકો 1% કરતા વધુ ઘટ્યા છે. ટોપ લોસર્સમાં ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક અને રિલાયન્સનો સમાવેશ થાય છે. સવારે સેન્સેક્સ 345 પોઈન્ટ ઘટીને 52,186 પર અને નિફ્ટી 92 પોઈન્ટ ઘટીને 15,545 પર હતો. સેન્સેક્સએ 52,272.85 ની ઊંચી અને 51,739.98 ની નીચી સપાટી બનાવી છે.

Published On - 9:23 am, Thu, 23 June 22

Next Article