Multibagger Stock : આ સ્ટોકે તેના રોકાણકારોને 35609% નું બમ્પર રિટર્ન આપ્યું, હવે જાહેર કર્યું 175% ડિવિડન્ડ

|

Aug 09, 2022 | 7:12 AM

એસ્ટ્રલ લિમિટેડ કંપનીનું કહેવું છે કે કંપનીને 2021-22 માટે 1 રૂપિયાની ફેસ વેલ્યુ પર 1.75 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે.

Multibagger Stock : આ સ્ટોકે તેના રોકાણકારોને 35609% નું બમ્પર રિટર્ન આપ્યું, હવે જાહેર કર્યું 175% ડિવિડન્ડ
multibagger stock

Follow us on

શેરબજાર(Share Market)માં નાણાંનું રોકાણ કરનાર દરેક રોકાણકાર મલ્ટિબેગર સ્ટોક(Multibagger Stock) ની શોધમાં હોય છે. મલ્ટિબેગર એટલે કે એક સ્ટોક જેમાં રોકાણ કરેલ નાણાં થોડા વર્ષોમાં દસ-વીસ -પચીસ-પચાસ કે સો ગણું વળતર આપે છે.જોકે સામાન્ય રીતે કોઈ જાણતું નથી કે આ શેર ક્યાં છે. તમે આવા શેરને કેવી રીતે ઓળખશો? એવા શેર કે જો તમે લોકો શેર માર્કેટમાં પૈસા રોકો છો તો આ શેરની મદદથી ખુબ કમાણી કરો. અમે તમને જણાવી રહ્યા છે આફવો એક સ્ટોક જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. CPVC પાઇપ બનાવનારી કંપની એસ્ટ્રલ લિમિટેડે(Astral Ltd) પોતાના રોકાણકારોને ખુશ કરી દીધા છે. આ કંપનીના શેરે રોકાણકારોને 35,609% નો નફો આપ્યો છે.

35,609% નું રિટર્ન આપ્યું

CPVC પાઈપોનું ઉત્પાદન એસ્ટ્રલ લિ. (Astral Ltd) કરે છે. એસ્ટ્રલ લિમિટેડના શેરે બજારમાં ડેબ્યુ કર્યા પછી અત્યાર સુધીમાં પોઝિશનલ રોકાણકારોને 35,609% વળતર આપ્યું છે. હવે કંપનીએ 175% ના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. કંપની માત્ર 5.57 રૂપિયાના શેર સાથે શેરબજારમાં આવી હતી જ્યારે આજની તારીખમાં આ શેર લગભગ 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ડિવિડન્ડની ભલામણ

એસ્ટ્રલ લિમિટેડ કંપનીનું કહેવું છે કે કંપનીને 2021-22 માટે 1 રૂપિયાની ફેસ વેલ્યુ પર 1.75 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે. આ ડિવિડન્ડ લગભગ 175% છે. કંપનીની 5મી વાર્ષિક સામાન્ય સભા 5મી સપ્ટેમ્બરના રોજ છે. આ બેઠક બાદ આ ડિવિડન્ડ શેરધારકોને આપવામાં આવશે. કંપનીએ આ માટે 22 ઓગસ્ટ 2022ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શેર્સમાં ઉછાળો નોંધાયો હતો

એસ્ટ્રલ લિમિટેડ કંપનીનો શેર 1.31%ના ઉછાળા સાથે 1989 રૂપિયા પર બંધ થયો હતો. વર્ષ 2007માં જ્યારે કંપનીએ શેરબજારમાં પ્રવેશ કર્યો ત્યારે તેના શેરની કિંમત માત્ર 5.57 રૂપિયા હતી. હવે આ સ્ટોક 1989 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીના મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને 35,609.16% વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 40,076.74 કરોડ છે. છેલ્લા મહિનામાં કંપનીના શેરમાં 16.95%નો વધારો થયો છે.

માત્ર  હાઈ ગ્રોથ સ્ટોક મલ્ટિબેગર બની શકે છે

સ્ટોક માત્ર ત્યારે જ મલ્ટિબેગર બની શકે છે . જે માત્ર હાઈ ગ્રોથ ધરાવતો સ્ટોક જ નહીં પરંતુ આ ઊંચી વૃદ્ધિને લાંબા સમય સુધી ટકાવી પણ શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ટોક એક વર્ષમાં સરેરાશ 12 ટકા વળતર આપે છે, તો તમારું રોકાણ 100 ગણું કરવામાં 41 વર્ષ લાગશે. પરંતુ જો સરેરાશ વાર્ષિક વળતર 16.6 ટકા છે, તો તે જ વસ્તુ 30 વર્ષમાં કરવામાં આવશે.

Published On - 7:12 am, Tue, 9 August 22

Next Article