Closing Bell : વિદેશી સંકેતોના કારણે શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ 867 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

|

May 06, 2022 | 5:01 PM

સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને એનટીપીસીએ તેજી નોંધાવી હતી.

Closing Bell : વિદેશી સંકેતોના કારણે શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ 867 પોઈન્ટના ઘટાડા સાથે બંધ
Stock Market News

Follow us on

Share Market Updates: વિદેશી બજારોમાં વેચવાલી વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં (Stock Market Today) સેન્સેક્સ અને નિફ્ટી (Sensex and Nifty) 1.5 ટકાથી વધુ તૂટ્યા છે. શેરબજારમાં આજે ઘટાડો વિદેશી બજારોમાં વેચવાલી, વિદેશી ફંડો દ્વારા બજારોમાંથી નાણાં પાછા ખેંચવા અને ક્રૂડ ઓઈલના (Crude oil Price) ભાવમાં વધારાને કારણે નોંધાયો છે. શેરબજારમાં આજે બીએસઈના 30 શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 866.65 પોઈન્ટ અથવા 1.56 ટકાના ઘટાડા સાથે 54,835.58 ના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન, ઇન્ડેક્સ 1,115.48 પોઇન્ટ અથવા 2 ટકા ઘટીને 54,586.75ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 271.40 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઘટાડા સાથે 16,411.25 પર બંધ થયો હતો.

રોકાણકારોને ક્યાં નુકસાન થયું અને ક્યાં ફાયદો થયો

સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને એનટીપીસીએ તેજી નોંધાવી હતી. આજના કારોબારમાં સૌથી વધુ નુકસાન નાના શેરોમાં જોવા મળ્યું છે. બ્રોડ માર્કેટમાં, 4 ઈન્ડેક્સ આજે 2 ટકાથી વધુ તૂટ્યા છે, જેમાંથી 3 સ્મોલકેપ ઈન્ડેક્સ છે.

સ્મોલકેપ 100 2.53 ટકા તૂટ્યો છે. જ્યારે, સ્મોલકેપ 50માં 2.4 ટકા અને સ્મોલકેપ 250માં 2.27 ટકાનો ઘટાડો થયો છે. બ્રોડ માર્કેટમાં 2 ટકાથી વધુ નુક્સાન ઉઠાવનાર ચોથો ઈન્ડેક્સ નિફ્ટી નેક્સ્ટ 50 રહ્યો, જ્યાં 2.11 ટકાની ખોટ નોંધાઈ છે. રિઝર્વ બેંકના આંચકા પછી, રિયલ્ટી સેક્ટરમાં નુકસાન આજે પણ ચાલુ રહ્યું અને આજે ઇન્ડેક્સ 3.5 ટકા તુટ્યો છે. બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્રાઈવેટ બેંક, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં 2 ટકાથી વધુની ખોટ નોંધાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુરુવારે જોવા મળી મામુલી તેજી

ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે નજીવા વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 33.20 પોઈન્ટના વધારા સાથે 55,702 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 5 પોઈન્ટના ઉછાળા સાથે 16,682 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મહિન્દ્રા અને ટાટા સ્ટીલ ટોચના ગેનર હતા. સેન્સેક્સ 586 પોઈન્ટ અથવા 1.05%ના વધારા સાથે 56,255 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 177 પોઈન્ટના ઉછાળા સાથે 16,854 પર ખુલ્યો હતો.

Published On - 4:51 pm, Fri, 6 May 22

Next Article