BSE ની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, રોકાણ માટે નિષ્ણાંતોનું શું છે અનુમાન?

|

Aug 19, 2022 | 8:13 AM

BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 1,047 પોઈન્ટ અથવા 1.83 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 પોઇન્ટ અથવા 1.95 ટકા વધ્યો હતો.

BSE ની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, રોકાણ માટે નિષ્ણાંતોનું શું છે અનુમાન?
Sensex

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 280.52 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. શેરબજારોમાં માર્કેટ મૂડીમાં સતત વધારો થયો છે. ગુરુવારે BSEના  30 શેરનો સેન્સેક્સ 37.87 પોઈન્ટ અથવા 0.06 ટકા વધીને 60,298 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ સતત પાંચમા દિવસે નફામાં રહ્યો હતો. ગત સપતાહની વાત કરીએતો સેન્સેક્સ ગયા સપ્તાહે 1,047 પોઈન્ટ અથવા 1.83 ટકા વધ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 પોઇન્ટ અથવા 1.95 ટકા વધ્યો હતો.

બજારમાં તેજીનો માહોલ

બજારની તેજી વચ્ચે ગુરુવારે BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 2,80,52,760.91 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. અગાઉ 17 જાન્યુઆરીએ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,80,02,437.71 કરોડ હતું.

સ્થાનિક શેરબજારની મૂવમેન્ટ આગામી અઠવાડિયે વૈશ્વિક વલણ, જથ્થાબંધ ફુગાવાના આંકડા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો મૂડીપ્રવાહ અને ક્રૂડ ઓઈલના ભાવના આધારે નક્કી કરવામાં આવશે. વિશ્લેષકોએ આ વાત કહી છે. રજાના કારણે આ અઠવાડિયે કામકાજના દિવસો ઓછા છે. મંગળવારે જાહેર થનારા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ના ડેટા પર રોકાણકારોની નજર રહેશે. જુલાઇમાં છૂટક ફુગાવો 6.71 ટકા અને જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 12.3 ટકાનો વધારો થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નિષ્ણાંતોનો અભિપ્રાય

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓના નાણાકીય પરિણામો લગભગ બહાર આવી ગયા છે. આવી સ્થિતિમાં બજારની નજર હવે મોંઘવારી, કેન્દ્રીય બેંક દ્વારા નીતિગત દરમાં ફેરફાર, ક્રૂડ ઓઈલના ભાવ અને મુખ્ય અર્થવ્યવસ્થામાં મંદી અંગેની ચિંતાઓ પર રહેશે.

શેરબજાર માટે સારી બાબત એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો હવે ખરીદી કરી રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહમાં તેમણે રૂ. 22,450 કરોડનું રોકાણ કર્યું છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આ અઠવાડિયે બજાર ફુગાવાના વલણ અને કેન્દ્રીય બેંકના નીતિ નિર્ણયની અસર પર નજર રાખશે.

BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 1,047 પોઈન્ટ અથવા 1.83 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 પોઇન્ટ અથવા 1.95 ટકા વધ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું કે એકંદરે જ્યારે મંગળવારે ભારતીય બજાર ખુલશે ત્યારે યુએસ બજારોમાં શુક્રવાર અને સોમવારના ટ્રેન્ડને અસર થશે. તેમણે કહ્યું કે રોકાણકારો ઝુનઝુનવાલાના અતૂટ વિશ્વાસ અને ભારતની વિકાસગાથામાં વિશ્વાસને પણ યાદ કરશે.

Published On - 8:13 am, Fri, 19 August 22

Next Article